International

ઓસ્કર હોસ્ટે વિલ સ્મિથની પત્ની પર મજાક કરતા વિલ સ્મિથે હોસ્ટને લાફો માર્યો

લોસ-એન્જલસ
ઓસ્કાર ૨૦૨૨માં, અચાનક જે કોઈને અપેક્ષા ન હતી તે બન્યું. હાસ્યના વાતાવરણમાં અચાનક અભિનેતા વિલ સ્મિથ ઓસ્કાર હોસ્ટ પર ખૂબ ગુસ્સે થઈ ગયો. આવી સ્થિતિમાં, સ્ટેજ પર જઈને તેણે પ્રસ્તુતકર્તા ક્રિસ રોકને તમાચો માર્યો. સમાચાર અનુસાર, પ્રેઝન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની પર મજાક ઉડાવી હતી. તેણે વિલ સ્મિથની પત્નીના વાળ પર કોમેન્ટ કરી, જેના પછી વિલ સ્મિથ પોતાને રોકી શક્યો નહીં અને મંચ પર જ પહોચી ગયો. વિલ સ્ટેજ પર પહોચી ગયા બાદ હોસ્ટ ક્રિસ તેમને જાેતા જ રહી ગયા હતા. વિલે સીધો ક્રિસને તમાચો જ જડી દેતા પ્રક્ષકો પણ સ્તબ્ધ રહી ગયા હતા. વિડિયોમાં જે રીતે જાેઈ શકાય છે તે મુજબ તમાચો માર્યા બાદ પણ વિલ હોસ્ટ ને તેનુ મોઢુ બંધ રાખવા તાકીદ કરે છે. ય્.ૈં. ક્રિસ રોકે જેનને લઈને વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી. જ્યારે તેણે જાડાની ટાલ પર ટિપ્પણી કરી, ત્યારે વિલ સ્મિથ તે સહન કરી શક્યો નહીં. ક્રિસે કહ્યું કે જી.આઈ. તેને જેન ફિલ્મમાં એટલા માટે કાસ્ટ કરવામાં આવ્યો હતો કારણ કે તેના માથા પર વાળ નહોતા. તમને જણાવી દઈએ કે, વિલ સ્મિથની પત્ની એલોપેસીયા નામની બીમારીથી લડી રહી છે, તેથી તેણે પોતાના વાળ કપાવી લીધા છે. ક્રિસની આ વાત પર વિલ ગુસ્સે થયો અને ક્રિસને તમાચો મારવા સ્ટેજ પર ચઢી ગયો.

Oscars-Academy-Awards-2022-Slapped-on-stage-at-the-Oscars-Will-Smith-slaps-host-for-not-liking-his-wifes-jock-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *