International

બેલારુસના લુકાશેક્રો અને પુતિન વચ્ચે મોસ્કોમાં ૧૮ ફેબ્રુઆરીએ બેઠક

રશિયા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન યુરોપના છેલ્લા ‘તાનાશાહ’ ગણાતા બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો રશિયાની રાજધાની મોસ્કોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત ૧૮ ફેબ્રુઆરીએ થવાની છે. નોંધનીય છે કે પુતિન અને લુકાશેન્કો વચ્ચે આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે રશિયાએ બેલારુસમાં પોતાના સૈનિકો તૈનાત કર્યા છે. આ રીતે તેણે ઉત્તર બાજુથી યુક્રેનને ઘેરી લીધું છે. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે યુક્રેનને લઈને ચર્ચા થઈ શકે છે. બંને રાષ્ટ્રપતિ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. આમાં વેપાર અને આર્થિક સહયોગ, આ ક્ષેત્રમાં સુરક્ષા માટેના વર્તમાન પડકારો, બંને દેશોના રાષ્ટ્રીય હિતોને સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય બાબતો પર ચર્ચાનો સમાવેશ થાય છે. બેલારુસ એ રશિયા માટે સૌથી મહત્વપૂર્ણ દેશોમાંનો એક છે. આ જ કારણ છે કે તેણે યુક્રેનને ઘેરવા માટે બેલારુસમાં લગભગ ૩૦ હજાર સૈનિકો તૈનાત કર્યા છે. આ સિવાય બંને દેશો સૈન્ય અભ્યાસ પણ કરી રહ્યા છે. રશિયાએ કહ્યું કે તે વધુ સૈનિકો અને હથિયારો સૈન્ય થાણાઓ પર પાછા લાવી રહ્યું છે. આના પરથી એવું જણાય છે કે રશિયા યુક્રેન પર હુમલો કરવાનો ઈરાદો ધરાવતું નથી. રશિયાએ યુક્રેનના પૂર્વ, ઉત્તર અને દક્ષિણમાં લગભગ ૧,૫૦,૦૦૦ સૈનિકો એકઠા કર્યા છે, જેનાથી તેની હુમલો કરવાની કથિત યોજના અંગે પશ્ચિમી ચિંતાઓ ઉભી થઈ છે. જાે કે આ સૈનિકો મોટી સંખ્યામાં પરત ફરવાના કોઈ સંકેત નથી. પરંતુ આ અઠવાડિયે મોસ્કોના કેટલાક સંકેતોએ આશા વ્યક્ત કરી છે કે યુરોપમાં યુદ્ધ ટાળી શકાય છે. રશિયાએ પણ કહ્યું છે કે તે યુદ્ધ નથી ઈચ્છતું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે બ્લેક સી પેનિનસુલા, ક્રિમીઆના એક પુલને પાર કરતી સશસ્ત્ર વાહનોથી ભરેલી માલગાડી દર્શાવતો વીડિયો બહાર પાડ્યો હતો. રશિયાએ ૨૦૧૪માં આ દ્વીપકલ્પને તેના ક્ષેત્રમાં જાેડ્યો હતો. બુધવારે, રશિયન ફાઈટર જેટ્‌સે યુક્રેનના પડોશના ઉત્તરમાં આવેલા બેલારુસના આકાશ પર તાલીમ ઉડાન ભરી હતી. પેરા-સૈનિકોએ ફાયરિંગ રેન્જમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરી હતી. બેલારુસના વિદેશ મંત્રી વ્લાદિમીર મેકીએ પુનઃપુષ્ટિ કરી છે કે રવિવાર સુધીમાં કવાયત પૂર્ણ કરીને રશિયન સૈનિકો દેશ છોડી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *