દુબઈ
હાર્દિક પંડ્યાના ઓલ રાઉન્ડ દેખાવને પગલે ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને પાંચ વિકેટે કચડીને ટી૨૦ વર્લ્ડ કપમાં હારનો બદલો લીધો હતો. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના એશિયા કપ મુકાબલામાં ભારતનો છેલ્લી ઓવરમાં દિલધડક વિજય થયો હતો. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની સમગ્ર ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૪૭ રનમા ઓલ આઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાને સૌથી વધુ ૪૩ રન કર્યા હતા. ભુવનેશ્વર કુમારે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ બોલિંગમાં ત્રણ વિકેટ અને બેટિંગમાં ૩૩ રનની અણનમ ઈનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. ભારતે ઓપનર કે એલ રાહુલની ઝડપથી વિકેટ ગુમાવી હતી. કેપ્ટન રોહિત શર્મા (૧૨) પણ ખાસ યોગદાન આપી શક્યો નહતો. હાર્દિક પંડ્યાએ ૧૯મી ઓવરમાં ૧૯ રન ફટકાર્યા હતા જ્યારે અંતિમ ઓવરમાં વિજયી છગ્ગો ફટકારતા ભારતનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રોમાંચક વિજય થયો હતો.


