અમેરિકા
યુએસમાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના વડાએ જાહેરાત કરી હતી કે, તેઓ ૩૧ માર્ચે રાજીનામું આપશે. ૫ય્ ને કારણે બોઇંગના સર્વેલન્સ અને એરક્રાફ્ટ સાધનોમાં કથિત દખલગીરી અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે હ્લછછ તાજેતરમાં ટીકા હેઠળ આવ્યું છે. સ્ટીફન ડિક્સન, ભૂતપૂર્વ પાઇલટ અને એટલાન્ટા સ્થિત ડેલ્ટા એર લાઇન્સના એક્ઝિક્યુટિવ, ઓગસ્ટ ૨૦૧૯ થી હ્લછછ નું નેતૃત્વ કરી રહ્યા છે. તેણે દેશના રાષ્ટ્રપતિ જાે બાઈડનને કહ્યું, ‘ઘરે જવાનો સમય આવી ગયો છે, ડિક્સને એફએએને લખેલા પત્રમાં કહ્યું કે તેમને તેમના કાર્યકાળ પર ગર્વ છે. “એજન્સી હવે બે વર્ષ પહેલાની સરખામણીમાં સારી સ્થિતિમાં છે, અને અમે એક મોટી સફળતા માટે સારી રીતે તૈયાર છીએ,” તેમણે કહ્યું. ડિક્સને ઓફિસ સંભાળી તે પહેલાં બોઇંગ ૭૩૭ સ્છઠને મંજૂરી આપ્યા બાદ, ૨૦૧૮ અને ૨૦૧૯માં બે જાનહાનિ થઈ હતી. એજન્સીની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું કારણ કે, તે અકસ્માતો પછી કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તાજેતરમાં, હ્લછછ નવી હાઇ-સ્પીડ વાયરલેસ સેવા એરક્રાફ્ટ સાધનો સાથે દખલ કરતી પ્રશ્નોના જવાબમાં વિલંબને કારણે વિવાદમાં ફસાઈ હતી. બીજી તરફ અમેરિકાના નોર્થ કેરોલિનાના હાઈવે પર બુધવારે એક પ્લેન ટ્રેક્ટર-ટ્રેલર સાથે અથડાતા પાયલોટનું મોત થયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ જણાવ્યું હતું કે, ટ્વીન એન્જિન બીકક્રાફ્ટ બેરોન સાંજે ૫ઃ૩૫ વાગ્યે લેક્સિંગ્ટનમાં ડેવિડસન કાઉન્ટી એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું અને ઇન્ટરસ્ટેટ ૮૫ સાઉથ હાઇવે પર ટ્રેક્ટર ટ્રેલર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં પાયલટનું મોત થયું હતું. તેની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. હ્લછછએ કહ્યું કે તે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ સાથે મળીને અકસ્માતની તપાસ કરશે. સમાચાર સંગઠનોના અહેવાલમાં જણાવાયું છે કે ટ્રેક્ટર ટ્રેલરના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
