International

અમે રશિયા પાસેથી ખરીદીએ તેનાથી વધુ યુરોપ રોજ આયાત કરે છે ઃ જયશંકર

વૉશિંગ્ટન
જાે તમે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીની વાત કરતા હોય તો હું કહેવા માંગુ છુ કે તમારે યુરોપ પર ધ્યાન આપવુ જાેઈએ. અમે ઈંધણની સુરક્ષા માટે અમુક હિસ્સો ક્રૂડ ઓઈલ આયાત કરીએ છીએ પરંતુ જાે એક મહિનાના આંકડા પર નજર નાખીએ તો અમે જેટલુ ક્રૂડ ઓઈલ એક મહિનામાં ખરીદીએ છીએ એટલુ તો યુરોપ રોજ બપોરે ખરીદી લે છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ પર એસ જયશંકરે કહ્યુ કે સંક્ષિપ્ત રીતે અમે આ ટકરાવના વિરોધમાં છીએ, અમે વાતચીત અને કૂટનીતિનુ સમર્થન કરીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે તત્કાલ હિંસા અટકે, આ દિશામાં લક્ષ્યને મેળવવા માટે અમે પોતાનુ યોગદાન આપવા માટે દરેક રીતે તૈયાર છે. વળી, યુક્રેન-રશિયાના મુદ્દે અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકને કહ્યુ કે ભારતે પોતાનો ર્નિણય જાતે કરવાનો છે તે કેવી રીતે આ પડકાર ઝીલે છે, અમારુ માનવુ છે કે બધા દેશોએ ખાસ કરીને એ દેશો જે રશિયા પાસેથી લાભ લઈ રહ્યા છે તેમણે પુતિન પર દબાણ લાવવુ જાેઈએ કે તે યુદ્ધને ખતમ કરે. એ જરુરી છે કે આપણે બધુ એક સાથે આવીએ અને એક અવાજમાં બોલીએ. અમેરિકા તરફથી પહેલા પણ સ્પષ્ટ કરવામાં આવી ચૂક્યુ છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત પ્રતિબંધિત નથી. વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન વચ્ચે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત થઈ ત્યારબાદ વ્હાઈટ હાઉસના સેક્રેટરી જેન સાકીએ કહ્યુ કે રશિયા પાસેથી ઈંધમની આયાત પર પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરીને કોઈ પ્રતિબંધનુ ઉલ્લંઘન નથી કરી રહ્યુ. અમે એ વાતને સમજીએ છીએ કે બધા દેશોએ પોતાના હિતોની રક્ષા કરવાની હોય છે.રશિયા-યુક્રેનના વિવાદ વચ્ચે જે રીતે ભારત દ્વારા રશિયાથી ક્રૂડ ઓઈલની આયાતને લઈને પશ્ચિમી દેશ ભારતને ઘેરી રહ્યુ હતુ તેનો વિદેશ મંત્રી એસ જયશંકરે જાેરદાર જવાબ આપ્યો છે. એસ જયશંકરે અમેરિકાના પ્રવાસ પર ૨ ૨ મંત્રી સ્તરની વાતચીત બાદ પ્રેસ કૉન્ફરન્સમાં આ સવાલ પર પત્રકારોની બોલતી બંધ કરી દીધી. એસ જયશંકરે કહ્યુ કે રશિયા પાસેથી ભારત પોતાની જરુરિયાતો પૂરી કરવા માટે રશિયાથી ક્રૂડ ઓઈલ આયાત કરે છે. પરંતુ જાે આ આયાતને જાેઈએ તો અમે જેટલુ એક મહિનામાં આયાત કરીએ છીએ એટલુ યુરોપ રોજ રશિયા પાસેથી આયાત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *