લોસએન્જલસ
રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના રિપોર્ટ દરમિયાન દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સૈનિક યૂક્રેની મહિલાઓ સાથે દુષ્કર્મ કરી રહ્યા છે. સામે આવેલા રિપોર્ટ્સને જણાવે છે કે યૂક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે સતત થઇ રહેલી તપાસ અનુસાર મહિલાઓની સાથે રેપના ઘણા કેસ સામે આવ્યા છે. એવામાં હવે આ મહિલાની પ્રોટેસ્ટની તસવીરો અને વીડિયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. દુનિયાભરમાં હાલમાં કાંસ ફિલ્મ ફેસ્ટિવલની ધૂમ છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક-એકથી ચઢિયાતિ તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયથી માંડીને દીપિકા પાદુકોણ સુધી તમામ ભારતીય ફિલ્મ સ્ટાર્સ પણ ભાગ લેવા માટે પહોંચ્યા છે. આ દરમિયાન એક મહિલા આ રેડ કાર્પેટથી સૌથી વધુ ચર્ચામાં આવી છે. રેડ કાર્પટ પર તમામ હસ્તીઓ પોતાના એક-એક સુંદર લુક્સ ફ્લોન્ટ કરી રહી હતી ત્યારે પણ અચાનક એક ટોપલેસ મહિલા રેડ કાર્પેટ જાેવા મળી. આ ઘટના પર દરેકની આંખો પહોળી રહી ગઇ અને રૂવાડાં ઉભા થઇ ગયા. સેલેબ્સની ભીડમાં એક યૂક્રેનની મહિલાયૂક્રેનના ધ્વજના રંગમાં રંગાઇ પોતાના શરીર પર ‘સ્ટોપ રેપિંગ અસ’ નો આરોપ લગાવતી જાેવા મળી. આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં લાખો મહિલાઓ સાથે દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ મહિલાની તમામ તસવીરો અને વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. સ્ટોપ રેપિંગ અસના નારા અલગ લગાવતાં અને બૂમો પાડતાં આ મહિલા રેડ કાર્પેટ પર પહોંચી તો બસ દરેક સમસમી ઉઠ્યા. એવામાં ત્યાં ઉભેલા સિક્યોરિટી ગાર્ડ્સ તે મહિલાને કવર કરતાં ત્યાંથી નિકાળી દીધી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે આ દ્રશ્યને પોતના કેમેરામાં કેપ્ચર કરી લીધું. આ મહિલાની પીઠ પર સ્કમ જેવા શબ્દ લખેલા હતા.
