International

ગલવાન હિંસામાં ચીનના ૩૮ સૈનિકો માર્યા ગયા ઃ ઓસ્ટ્રેલિયાએ દાવો કર્યો

ચીન
ચીનને ૨૦૨૦માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણમાં નદી પાર કરતી વખતે અનેક ચીની સૈનિકો અંધારામાં ડૂબી ગયા હતા. બુધવારે ઓસ્ટ્રેલિયાના એક અખબારમાં આ દાવો કરવામાં આવ્યો હતો. ‘ધ ક્લેક્સન’ના સમાચારમાં ચીનના અનામી સંશોધકો અને બ્લોગર્સને ટાંકવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તેણે સુરક્ષાના કારણોસર તેનું નામ જાહેર કર્યું નથી, ઓસ્ટ્રેલિયન અખબારે સોશિયલ મીડિયા રિસર્ચને ટાંકીને એક તપાસ અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ સંશોધન દરમિયાન ચાઈનીઝ વેબસાઈટ્‌સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ તેમજ ડઝનબંધ બ્લોગ્સ અને હેન્ડલ્સની તપાસ કરવામાં આવી હતી. ચીનની સરકારે અત્યાર સુધી દાવો કર્યો છે કે, આ અથડામણમાં તેમના માત્ર ચાર સૈનિકો માર્યા ગયા છે. પરંતુ ‘ધ ક્લેક્સન’ના અહેવાલ મુજબ ગાલવાનમાં મધરાતે પીએલએના ઓછામાં ઓછા ૩૮ સૈનિકો નદીના પ્રવાહમાં ડૂબી ગયા. ડૂબી ગયેલા લોકોમાં જુનિયર સાર્જન્ટ વાંગ ઝુરોનનો પણ સમાવેશ થાય છે, જેનું મૃત્યુ ચીનની સરકારે સ્વીકાર્યું હતું. ઓસ્ટ્રેલિયાના અખબારે ચીનના એક સૈન્ય અધિકારીનો ફોટો પણ જાહેર કર્યો છે ,જે અથડામણ દરમિયાન ત્યાં હાજર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેનું નામ કર્નલ કાવી ફાબાઓ છે અને તે ગાલવાન ખીણમાં તે રાત્રે ચીની ટુકડીનો કમાન્ડર હતો. ૧૫ જૂન ૨૦૨૦ના રોજ ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની ભીષણ અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા, ત્યારબાદ બંને સેનાઓએ પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના સ્થળોએ બળ અને ભારે શસ્ત્રો તૈનાત કર્યા હતા. ચીને ફેબ્રુઆરી ૨૦૨૧માં સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે, ભારતીય સેના સાથેની અથડામણમાં ચીનના પાંચ સૈનિક અધિકારીઓ અને સૈનિકો માર્યા ગયા હતા.જાે કે, એવું માનવામાં આવે છે કે માર્યા ગયેલા ચીની સૈનિકોની સંખ્યા વધુ હતી. ગલવાનમાં શહીદ થયેલા ૨૦ સૈન્ય જવાનોના નામ દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર લખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *