ચીન
ચીને અમેરિકાને અસ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જાે તાઈવાન આઝાદીની જાહેરાત કરે છે તો યુદ્ધ શરૂ કરવાથી સંકોચાશે નહીં. ચીનના રક્ષા મંત્રીએ તેમના અમેરિકી સમકક્ષને શુક્રવારના સામસામે વાતમાં આ ચેતવણી આપી છે. વુ કિયાને લોયડ ઓસ્ટિનની સાથે બેઠક દરમિયાન રક્ષા મંત્રી વેઈ ફેંધેના અહેવાલથી કહ્યું, જાે કોઈએ તાઈવાનને ચીનથી અલગ કરવાનો પ્રયત્ન કર્યો તો અમે યુદ્ધ શરૂ કરવામાં સંકોચાઈશું નહીં. ભલે પછી કિંમત કોઈપણ હોય. ચીની રક્ષા મંત્રાલયના અનુસાર, ચીની મંત્રીએ એવું પણ કહ્યું કે, તેમનો દેશ તાઈવાનના સ્વતંત્રતાના કોઈપણ ષડયંત્રને નિષ્ફળ અને પોતાની ધરતીના એકીકરણને દ્રઢતાથી કાયમ રાખશે. મંત્રાલયના અનુસાર, તેમણે કહ્યું- તાઈવાન ચીનનું તાઈવાન છે. ચીનને નિયંત્રિત કરવા માટે તાઈવાનનો ઉપયોગ ક્યારેય જીતશે નહીં. અમેરિકન રક્ષા મંત્રાલયે કહ્યું- ઓસ્ટિને સિંગાપુરમાં વાતચીત દરમિયાન તેમના સમકક્ષને કહ્યું કે બેઇજિંગને તાઈવાનને અસ્થિર કરવાની કાર્યવાહીથી બચાવવું જાેઇએ. તાઈવાન, એક સ્વશાસિત લોકતાંત્રિક દ્વીપ છે, જેના પર ચીન તરફથી હુમલાનો ખતરો હંમેશા રહે છે. ચીન માને છે કે તાઈવાન તેનો ભાગ છે અને તેણે કહ્યું છે કે એક દિવસ તે બળપૂર્વક તેને જપ્ત કરી લેશે. તાઈવાન પર અમેરિકાનો પ્રભાવ વધી રહ્યો છે, જેના કારણે ચીન અને તાઈવાન વચ્ચે સંબંધ વધુ ખરાબ થતા જાેવા મળી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો ચીનના એખ માનવાધિકારી કાર્યકર્તાએ એક લીક ઓડિયો ક્લિપ જાહેર કરી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન તાઈવાન પર હુમલો કરવાની યોજના બનાવી શકે છે. લીક ઓડિયો ક્લિપમાં ચીનના મુખ્ય સૈન્ય જનરલને તાઈવાનમાં યુદ્ધના સંબંધમાં તેમની રણનીતિ બનાવતા સાંભળી શકાય છે. માનવાધિકારી કાર્યકર્તા દ્વારા જાહેર કરવામાં આવેલી ઓડિયો ક્લિક ૫૭ મિનિટની છે. ઓડિયો ક્લિપમાં ચીનના મુખ્ય યુદ્ધ જનરલ આ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે તાઈવાનમાં યુદ્ધ કેવી રીતે શરૂ કરી શકાય અને તેને કેવી રીતે આગળ વધારી શકાય.
