International

જાે બાઈડેન સ્પીચ આપ્યા પછી હવામાં હેન્ડશેક કર્યાનો વિડીયો થયો વાયરલ

વોશીંગ્ટન
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન એકવાર ફરીથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને તેઓ મજાકનું પાત્ર બન્યા છે. આ વીડિયોને કારણે બાઈડેનના વિરોધીઓને તેમના પર નિશાન સાધવાની એક તક મળી ગઈ છે. વાત જાણે એમ છે કે ગુરુવારે તેઓ ઉત્તરી કેરોલિનાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ભાષણ આપી રહ્યા હતા અને ભાષણ પૂરું થયા બાદ તેઓ એકલા હોવા છતાં હવામાં હાથ મિલાવતા જાેવા મળ્યા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને હવે વાયરલ થઈ રહી છે. પોતાનું ભાષણ પૂરું થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન વળ્યા અને હેન્ડશેક કરવા લાગ્યા. ચોંકાવનારી વાત એ હતી કે સ્ટેજ પર ત્યાં કોઈ હતું જ નહીં. બાઈડેનને એ અહેસાસ જ ન થયો કે સ્ટેજ પર તેઓ એકલા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે બાઈડેન વળ્યા અને ગોડ બ્લેસ યુ ઓલ બોલતાની સાથે જ કોઈની સાથે હેન્ડશેક કરવા માટે હાથ આગળ વધાર્યો પરંતુ ત્યાં તે સમયે કોઈ હતું જ નહીં. આ ભૂલ બાદ બાઈડેન અચાનક બીજી બાજુ વળી ગયા. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અમેરિકી રાષ્ટ્રપતિની મજાક ઉડી રહી છે. કેટલાક લોકોનું એ પણ કહેવું છે કે બાઈડેન ડિમેન્શિયા નામની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. બીજા બાજુ વિપક્ષ પણ તેમની વધતી ઉંમરને લઈને નિશાન સાધી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે બાઈડેનની વધતી ઉંમર તેમનો સાથ છોડી રહી છે. આથી હવે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનું વિચારવું જાેઈએ. અમેરિકી રાષ્ટ્રપતિ આ અગાઉ પણ આવી ‘ભૂલ’ કરી ચૂક્યા છે. થોડા સમય પહેલા તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ સીધો રસ્તો છોડીને ફરીને પોતાના ઘરમાં દાખલ થયા હતા. ત્યારે એવું કહેવાઈ રહ્યું હતું કે કદાચ બાઈડેન ચાલતા ચાલતા અચાનક રસ્તો ભૂલી ગયા. અત્રે જણાવવાનું કે બાઈડેન આજકાલ ખુબ ગૂમસૂમ જાેવા મળી રહ્યા છે. ગત અઠવાડિયે એક કાર્યક્રમમાં પણ તેઓ ખુબ વિચલિત જાેવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *