International

નાકમાંથી નીકળેલ એક ટીપાથી પણ કોરોના સંક્રમિત થઈ શકાય ઃ રિસર્ચ

,બ્રિટન
આ પ્રકારનું પહેલું વખત સંશોધન થયું છે જે વ્યક્તિના સાર્સ-કોવ-૨ વાયરસના સંપર્કમાં આવવાથી લઇ સંક્રમણમાંથી બહાર નીકળવા સુધીની સફરમાં કોવિડ-૧૯ની સ્થિતિને વિસ્તૃત વિશ્લેષ્ણ કરે છે. તેમને જાણવા મળ્યું કે વાયરસના સંપર્કમાં આવવાના સરેરાશ બે દિવસ બાદ લક્ષણ ખૂબ જ ઝડપથી ઉભરવા લાગ્યા છે. રિસર્ચર્સને એ પણ જાણવા મળ્યું કે સંક્રમણ ફેલાવાનું ગળાથી શરૂ થાય છે અને લગભગ પાંચ દિવસ બાદ જ્યારે ચરમ પર પહોંચી જાય છે ત્યારે નાકમાં વાયરસની સંખ્યા ગળાની સરખામણીમાં કયાંય વધુ હોય છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે લેટરલ ફ્લો ટેસ્ટ આ વાતના વિશ્વસનીય સંકેત આપે છે કે દર્દીમાં વાયરસ હાજર છે કે નહીં? અને તે અન્ય લોકોમાં વાયરસનો પ્રસાર કરવામાં સક્ષમ છે કે નહીં? રિસર્ચનું પરિણામ ‘નેચર જર્નલ’ના પ્રિ-પ્રિન્ટ સર્વર પર પ્રકિશાત કરાયા છે. જાે કે તેમની સમીક્ષા કરવાનું હજી બાકી છે. લંડનના રોયલ ફ્રી હોસ્પિટલ ખાતે હાથ ધરવામાં આવેલા સંશોધનમાં ૩૬ સ્વસ્થ યુવાન સહભાગીઓ સામેલ હતા જેમની વાયરસ સામે કોઈ રોગપ્રતિકારક શક્તિ નથી. બધા સહભાગીઓ ન્યૂનતમ માત્રામાં વાયરસના સંપર્કમાં આવ્યા હતા. જે સામાન્ય રીતે સંક્રમણના શિખર દરમિયાન નાકમાંથી નીકળતા પાણીના માઇક્રોસ્કોપિક ટીપામાં હાજર હોઈ શકે છે. રિસર્ચ ટીમમાં સામેલ ઈમ્પિરિયલ કોલેજના પ્રોફેસર ક્રિસ્ટોફર ચીયુએ કહ્યું કે નાકમાંથી નીકળતું પાણીનું એક નાનું ટીપું પણ વ્યક્તિને ચેપ લગાવવા માટે પૂરતું છે. જાે કે આવી સ્થિતિમાં દર્દી ગંભીર ચેપનો શિકાર બનવાનું જાેખમ નહિવત રહે છે. ચીયુના જણાવ્યા અનુસાર આ અભ્યાસ કોવિડ-૧૯ની સારવાર માટે નવી રસી અને દવાઓના વિકાસમાં મદદ કરશે.બ્રિટનમાં કોરોનાને લઇ એક નવું રિસર્ચ સામે આવ્યું છે. જાે કોઇ સંક્રમિત વ્યક્તિના નાકમાંથી પાણીના એક સુક્ષમ ટીપાંના સંપર્કમાં આવવા માત્રથી કોવિડ-૧૯નો શિકાર થઇ શકે છે. આ રિસર્ચની શરૂઆતમાં ભાગ લેનારાઓના શરીરમાં સાર્સ-કોવિ-૨ વાયરના અંશ નાંખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *