બઇ
યુક્રેન પર રશિયાના ર્નિણયને કારણે પશ્ચિમી દેશો સાથે તેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. વિશ્વમાં ફરી એકવાર બીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. રશિયાએ પૂર્વ યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્ક શહેરોને સ્વતંત્ર પ્રદેશ તરીકે જાહેર કર્યા છે. આ બંને જગ્યાઓ રશિયન સમર્થિત અલગતાવાદીઓના નિયંત્રણમાં છે. જેનો તમામ દેશોએ વિરોધ કર્યો હતો. આ બધાની વચ્ચે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ ‘રાજદ્વારી ઉકેલ’ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે મોસ્કો યુક્રેનને લઈને પશ્ચિમી દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે “રાજદ્વારી ઉકેલ” શોધવા માટે તૈયાર છે. જાે કે, તેમણે એમ પણ કહ્યું કે, “રશિયાના હિત અને અમારા નાગરિકોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.” પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયા દબાણમાં છે. પોતાને ચારે બાજુથી ઘેરાયેલા જાેયા બાદ પુતિને રાજદ્વારી ઉકેલની વાત કરી છે. આ પહેલા પણ માત્ર અમેરિકા જ નહીં પરંતુ ઘણા પશ્ચિમી દેશો અને ખુદ યુક્રેન પણ વાતચીતનો પ્રસ્તાવ આપી ચૂક્યા છે. પુતિને યુક્રેનના પૂર્વીય ભાગોને ઓળખીને સૈનિકો મોકલવાનો આદેશ પણ આપ્યો હતો, જેના પછી નાટો એલર્ટ થઈ ગયું છે. તેમનું કહેવું છે કે રશિયા આ રીતે પૂર્વ યુરોપના દેશો પર કબજાે કરીને સોવિયત સંઘનો સમય પાછો લાવવા માંગે છે. રશિયાના આ પગલાનો તમામ દેશોએ વિરોધ કર્યો છે. થોડા સમય પછી અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની અને જાપાન સહિત ઘણા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવી દીધા. હવે પુતિનના નિવેદનથી લાગે છે કે તેઓ આ પ્રતિબંધો સામે ઝૂકી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ વાતચીત માટે તૈયાર છે.