ઇઝરાયેલ
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલે ફરી એકવાર પેલેસ્ટાઈનને નિશાન બનાવ્યું છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ વેસ્ટ બેંકના જેનિનમાં શરણાર્થી શિબિર પર હુમલો કર્યો. આ હુમલામાં બે પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને ૧૫ અન્ય ઘાયલ થયા હતા. ઈઝરાયેલનું કહેવું છે કે તે આતંકવાદી નેટવર્કને નિશાન બનાવી રહ્યું છે. બીજી ઘટનામાં, એક પેલેસ્ટિનિયન વ્યક્તિએ વેસ્ટ બેંકમાં બસમાં ૨૮ વર્ષીય ઇઝરાયેલી નાગરિકને છરી મારી હતી, એમ સૈન્યએ જણાવ્યું હતું. આ હુમલા બાદ પેલેસ્ટિનિયન નાગરિકને ત્યાં ઉભેલા એક વ્યક્તિએ માર માર્યો હતો. મેગન ડેવિડ એડોમ ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત ઈઝરાયેલી નાગરિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. ઓનલાઈન વાયરલ થયેલા એક વીડિયોમાં જેનિન શરણાર્થી કેમ્પમાંથી ધુમાડો નીકળતો જાેઈ શકાય છે અને ગોળીબારના અવાજ પણ સંભળાય છે. અન્ય વીડિયોમાં, ઈઝરાયેલી સૈનિકો અને પેલેસ્ટિનિયન બંદૂકધારીઓ સાંકડી શેરીઓમાંથી પસાર થતા જાેઈ શકાય છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઈ.ડી.એફ) કહે છે કે તેના સૈનિકો અને ઇઝરાયેલ બોર્ડર પોલીસે જેનિનમાં આતંકવાદી શંકાસ્પદોને પકડવા માટે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ તેના સ્ટેન્ડમાં કહ્યું કે પેલેસ્ટિનિયન બંદૂકધારીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો, જેનો જવાબી ગોળીબાર કરવામાં આવ્યો. આ ફાયરિંગમાં એક ઇઝરાયેલનો સૈનિક ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઈઝરાયેલના આ હુમલામાં બે પેલેસ્ટાઈન યુવકોના મોત થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગુરુવારે ગોળીબારમાં ૧૭ વર્ષીય સનાદ અબુ અત્તિયાહ અને ૨૩ વર્ષીય યઝીદ અલ-સાદી માર્યા ગયા હતા. કથિત છરાબાજીની ઘટના પછી નિદાલ જાફર (૩૦)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા જેનિન નજીકના એક ગામના એક પેલેસ્ટિનીએ મધ્ય ઇઝરાયેલમાં પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. તાજેતરના હુમલામાં અત્યાર સુધીમાં ૧૧ લોકો માર્યા ગયા છે.