બૈતુલ
મહિલાઓની જાહેરમાં છેડતી અને અસભ્ય વર્તનના અનેક કિસ્સા દરરોજ બને છે. ઘણામાં લોકો અપરાધીને સબક શીખવે છે, તો ઘણામાં પોલીસ પાઠ ભણાવે છે. જ્યારે મોટાભાગના કિસ્સામાં આરોપી બચી જાય છે. જાેકે, બૈતુલ જિલ્લામાં મહિલઓ સામે અસભ્ય વર્તન કરનારને તાલિબાની સજા મળી છે. તેના અંડરવિયરમાં પેટ્રોલ નાંખીને આગ લગાવી દેવામાં આવી છે. આ ઘટના બૈતુલ જિલ્લાના બિજદેહી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આગમાં યુવક ખૂબ દાઝી ગયો હતો. આ યુવક મહિલાઓની સામે નગ્ન થઇ જતો હોવાનો આરોપ છે. પોલીસે બે આરોપી ગ્રામજનોની ધરપકડ કરી છે. વધુ વિગતો મુજબ કાજલી ગામનો દીપચંદ નામનો શખ્સ મહિલાઓની સામે નગ્ન થઈને પ્રાઇવેટ પાર્ટ દેખાડતો હતો. આ બાબતે વારંવાર સમજાવવા છતાં પણ તેણે આવી હરકત કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ અંડરવિયર પર પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી હતી. આગના કારણે આ યુવાનનો પ્રાઈવેટ પાર્ટ ૨૦ ટકા બળી ગયો છે. આ ઘટના અંગે બિજાદેહી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બીએલ ઉઇકેએ જણાવ્યું હતું કે, દીપચંદ ગામની મહિલાઓને પ્રાઇવેટ પાર્ટ બતાવતો હતો. આ મામલે ગામના લોકોએ તેને ઘણી વખત ચેતવણી આપી હતી. પરંતુ તેની આવી હરકતો ચાલુ જ હતી. શનિવારે પણ યુવક મહિલાઓની સામે નગ્ન થઈને ઉભો હતો. જેથી તે દિવસે પણ સુદેશ કાવડે અને ક્રિષ્ના ઉઇકે દ્વારા શખ્સને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેણે તેમને ગણકાર્યા નહીં. દીપચંદની આ હરકતથી નારાજ મહિલાઓએ આ ઘટનાની જાણ ગ્રામજનોને કરી હતી. ત્યારે ગુસ્સામાં આવીને સુદેશ અને કૃષ્ણએ શખ્સના અંડરવિયર પર પેટ્રોલ રેડ્યું હતું અને પ્રાઇવેટ પાર્ટને આગ ચાંપી દીધી હતી. દીપચંદના જણાવ્યા અનુસાર, યુવક દુકાનના શટર પાસે સૂતો હતો. આ દરમિયાન બે યુવકોએ પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટના બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેણે કહ્યું કે, ગામમાં કોઈની સાથે દુશ્મની નથી. બંને આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૨૪ અને ૫૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દીપચંદની સારવાર બૈતુલ જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. પોલીસે તેની સામે છેડતીનો ગુનો નોંધ્યો છે.
