International

ભારતીય વિમેન્સ ટીમ લોર્ડ્‌સમાં ઈંગ્લેન્ડને હરાવીને ઝૂલનને આપી શકે યાદગાર ફેરવેલ

લંડન
ભારત અને ઈંગ્લેન્ડની વિમેન્સ ટીમ વચ્ચે લોર્ડ્‌સમાં સિરીઝની અંતિમ અને ત્રીજી વન-ડે શનિવારે રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી વન-ડેમાં કમાલનો દેખાવ કરતા શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે. વિશ્વ પ્રસિદ્ધ લોર્ડ્‌સના મેદાનમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડને પછાડીને ઝુલન ગોસ્વામીને યાદગાર ફેરવેલ આપે તેવી સંભાવના છે. ઝુલન ગોસ્વામીએ લોર્ડ્‌સમાં કારકિર્દીની અંતિમ વન-ડે મેચ રમીને સંન્યાસ લેશે. લોર્ડ્‌સના મેદાનનાં રમવું એ એક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે. ઝુલન આ ગ્રાઉન્ડ પર સંન્યાસ લઈ રહી છે જે મોટી વાત છે. જાે કે તેને પોતાની આટલી લાંબી કારકિર્દીમાં વર્લ્ડ કપ નહીં જીતવાનો રંજ રહી જશે તેમ તેણે ઉમેર્યું હતું. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતે શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે પરંતુ તેમ છતાં ભારતીય ટીમ અંતિમ વન-ડેમાં યજમાન ટીમને હળવાશથી નહીં લે. ભારત ઘરઆંગણે ઈંગ્લેન્ડનો વ્હાઈટવોશ કરવા પ્રયાસ કરશે. ઝુલન ગોસ્વામી તેની ૨૦૪મી અંતિમ વન-ડે રમવા ઉતરશે તેણે પોતાની કારકિર્દીમાં તમામ ફોરમેટમાં ૩૫૩ વિકેટો ઝડપી છે. ઈંગ્લેન્ડ અને ભારતીય મહિલા ટીમ વચ્ચે ત્રીજી મેચ બપોરે ૩.૩૦ કલાકે પ્રારંભ થશે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *