અમેરિકા
અમેરિકામાં દેવાનો મોટું કારણ કોવિડ રોગચાળા દરમિયાન સરકાર દ્વારા લેવામાં આવતું દેવું છે. યુ.એસ. સરકારે કોરોનાવાયરસના રોગચાળા દરમિયાન નાના ઉદ્યોગો, બેરોજગારો, પરિવારો અને ભાડાના આવાસમાં રહેતા લોકોને મદદ કરવા માટે ઘણા રાહત પગલાં લીધાં અને આનાથી તેના ખર્ચમાં ઘણો વધારો થયો છે. આ માટે સરકારે ઘણું દેવું કરવું પડ્યું છે. ૩૧ જાન્યુઆરી સુધીમાં અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું ૩૦.૦૧ ટ્રિલિયન ડોલર હતું. આ કુલ ઋણમાં જનતા અને સરકાર બંનેનું દેવું સામેલ છે. અન્ય એક રસપ્રદ આંકડા એ છે કે આ દેવું જાન્યુઆરી ૨૦૨૦ની સરખામણીએ સાત ટ્રિલિયન ડૉલર વધ્યું છે. એટલે કે બે વર્ષમાં દેવું ભારતના જીડીપી કરતાં બમણું થઈ ગયું છે. અમેરિકામાં રાજકોષીય અને નાણાકીય નીતિ બદલાવાની છે તેવા સમયે દેવું રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. દેશની વ્યાપક અર્થવ્યવસ્થા પર તેની અસર પડી શકે છે. યુએસ ફેડરલ રિઝર્વે પણ સંકેત આપ્યો છે કે તે ટૂંક સમયમાં રેકોર્ડ બ્રેક મોંઘવારીને કાબૂમાં લેવા ટૂંકા ગાળાના વ્યાજ દરોમાં વધારો થઇ શકે છે.અમેરિકામાં મોંઘવારી ચાર દાયકામાં સૌથી વધુ છે. ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગનનો અહેવાલ જણાવે છે કે આ ટૂંકા ગાળાની કટોકટી નથી. પરંતુ તેનો અર્થ એ છે કે લાંબા ગાળે દેશ પર તેની અસર પડશે. આપણે પ્રમાણમાં ગરીબ બની જઈશું. યુએસ મોંઘવારી દર હાલમાં ૪૦ વર્ષની ટોચે છે. આનો સામનો કરવા માટે યુએસ ફેડરલ રિઝર્વે આવતા મહિનાથી વ્યાજદરમાં વધારો કરવાની નીતિ જાહેર કરી છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે વ્યાજદરમાં વધારો દેવાની કટોકટી વધારી શકે છે. દુનિયાના સૌથી શક્તિશાળી અને અમીર દેશ અમેરિકાના ઈતિહાસમાં આવું કંઈ પહેલા ક્યારેય બન્યું નથી. પ્રથમ વખત અમેરિકાનું રાષ્ટ્રીય દેવું ૩૦ લાખ કરોડ ડોલરને વટાવી ગયું છે. આ રકમ ભારતના વાર્ષિક જીડીપીના લગભગ ૧૦ ગણી છે. આ દેવું યુએસ જીડીપી કરતાં ઘણું વધારે છે જે લગભગ ૨૦ લાખ કરોડ ડોલર છે.