ઈન્ડોનેશીયા
ઇન્ડોનેશિયાનું રાષ્ટ્રીય ચિન્હ ગરુડ છે. આ ગરુડ પણ હિંદુ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુનું વાહન ગણવામાં આવે છે. ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ હોવા છતાં અહીં ૪૦ લાખથી વધારે હિંદુઓ રહે છે. અહીં રહેતા લોકો મુસ્લિમ નિયમો પાળે છે છતાં બાલી, સાઉથ સુમાત્રાના વિસ્તારોમાં ખુબ વધારે હિંદુ નિયમો અને રીજી રિવાજાેનું પાલન થતું જાેવા મળે છે. અત્યારે બનાવવામાં આવેલ રાજધાનીનું નામ પણ મજાપહિત હિંદુ સામ્રાજ્યના રાજા દ્વારા પાડવામાં આવ્યું હતું. ગજાહ મદા દ્વારા સમગ્ર નુસંતારાનો વિસ્તાર જીત્યા બાદ જ તમામ પ્રકારના ખડા મસાલા ખાવાનો નિયમ લેવામાં આવ્યો હતો. મજાપહિત સામ્રાજ્ય માટે તેને આ તમામ વિસ્તારો પર જીત પણ મેળવી હતી. આ સમયગાળામાં જ મહાભારત અને રામાયણની વાતો અને તથ્યો ઇન્ડોનેશીયન સંસ્કૃતિમાં ઘૂંટાયા હોવાનું મનાય છે. ગજાહ મદાને આજે પણ ઇન્ડોનેશીયાનો એક મહત્વનો લીડર માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ જાેકો વિડોડોએ ૨૦૧૯માં રાજધાની શિફ્ટ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જકાર્તાની પર્યાવરણીય અને આર્થિક સ્થિરતાને ધ્યાનમાં રાખીને રાજધાની કાલીમંતનમાં ખસેડવામાં આવશે. જકાર્તા સમુદ્રની નજીક છે અને તે પૂરમાં ડૂબી જવાનો ભય હંમેશા રહે છે. એટલું જ નહીં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ અનુસાર તે વિશ્વનું સૌથી ઝડપથી ડૂબતું શહેર પણ બની ગયું છે. તાજેતરમાં બનાવાયેલ રાજધાની લગભગ ૨૧૬ સ્ક્વેર કી.મી.માં ફેલાયેલી છે. નવી રાજધાનીના નામકરણ માટે અંદાજે ૮૦ નામનું લીસ્ટ બનાવવામાં આવ્યું હતું. તેમાંથી ઈતિહાસમાં પહેલેથી આ નામનું અસ્તિત્વ હોવાથી નુસંતારા નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.તાજેતરમાં ઇન્ડોનેશિયન સરકાર દ્વારા એક બીલ પાસ કરવામાં આવ્યું હતું જે અનુસાર હવે ઇન્ડોનેશીયાની રાજધાની જકાર્તા નહી પરંતુ નુસંતારા કરવામાં આવશે. બોર્નેયો ખાતે આવેલ આ સ્થળ ખુબ વધારે વૃક્ષોથી ઘેરાયેલો જંગલનો વિસ્તાર છે. ઇન્ડોનેશીયાનો ઈતિહાસ ભારતના હિંદુ ધર્મથી ઘણો પ્રભાવિત છે. એક સમય હતો જયારે ભારતના લોકો વ્યવસાય કરવા માટે ઇન્ડોનેશિયા અને આસપાસના વિસ્તારોમાં સફર કરતા હતા. પહેલી સદીથી લઈને લગભગ ૧૬મી સદી સુધી સંતો અને વેપારીઓ ઇન્ડોનેશીયા જતા હતા.
