શાંઘાઈ
ચીનમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. શાંઘાઈ, સૌથી મોટું શહેર, કડક લોકડાઉન અને ચેપને કારણે વધતા મૃત્યુના બેવડા મારનો સામનો કરી રહ્યું છે. ભય એટલો ફેલાઈ ગયો છે કે બેઈજિંગના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. જિલ્લામાં કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ચીનના શાંઘાઈમાં કોરોનાના કારણે કુલ ૮૭ લોકોના મોત થયા છે, જેમની સરેરાશ ઉંમર લગભગ ૮૧ વર્ષની હતી. ચીન તેની ‘ઝીરો કોવિડ પોલિસી’ બિલકુલ હળવી કરવાના મૂડમાં નથી. લોકડાઉન લાંબા સમય સુધી ચાલી શકે છે. આવી સ્થિતિમાં લોકો આવશ્યક ચીજવસ્તુઓ અને ખાદ્યપદાર્થોનો સ્ટોક ભરી રહ્યા છે. જેના કારણે મોટાભાગની દુકાનો ખાલી છે. શાંઘાઈમાં લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી હતી. જે બાદ લોકો સામાન ખરીદવા માટે પૂરી સાવધાની સાથે બજારમાં પહોંચ્યા હતા. છહ્લઁ વીડિયોમાં બેઇજિંગની દુકાનો અને શેરીઓમાં લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. ચીનમાં કોરોનાની સંખ્યા આખા અઠવાડિયા સુધી ૧,૦૦૦ ની નીચે રહી. માર્ચ મહિનામાં અહીં મોટા પાયે કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. અહીં એક દિવસમાં ૭૦,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય ચીનના જિલિન પ્રાંત સહિત અન્ય ઘણા શહેરોમાં કોવિડ-૧૯નો ઝડપથી ફેલાવો ચાલુ છે. લોકડાઉન વિસ્તારની દુકાનો પર સન્નાટો છે. બેઇજિંગમાં ફેલાયેલા આ ડરના મૂળ શાંઘાઈ સાથે જાેડાયેલા છે જ્યાં લોકડાઉનના પાંચ અઠવાડિયા પછી પણ મૃત્યુ સતત વધી રહ્યા છે.
