International

પુસ્તકો પરથી ફિલ્મ બનાવવાના ટ્રેન્ડમાં ફરી એકવાર તેજી

વોશિંગ્ટન
ભારતીય ફિલ્મ મેકર્સ ખ્યાતનામ લેખકોની બૂક્સ પર અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે અને પુસ્તકો પરથી બનેલી મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આ ટ્રેન્ડની શરૂઆત બેસ્ટ સેલર લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘બ્લેક ફ્રાઈડેઃ ધ ટ્રૂ સ્ટોરી ઑફ ધ બોમ્બે બોમ્બ બ્લાસ્ટ્‌સ’ પરથી બે દાયકા અગાઉ બનેલી ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’થી થઈ હતી અને આજે પણ આ ફિલ્મ ક્રિટીક્સના લિસ્ટમાં ટોપ પર છે.આ સાથે જ, યંગસ્ટર્સના ફેવરેટ એવા ચેતન ભગત ઉપરાંત, હરિન્દર સિક્કા, સચિન કુંડલકર, અનુજા ચૌહાણ જેવા લેખકોના વિવિધ વિષયો પર લખાયેલ પુસ્તકો પર ફિલ્મો બની ચૂકી છે. આજના યંગસ્ટર્સ ડિજિટલ ટેક્નોલોજી તરફ વળ્યા છે અને ધીરે-ધીરે પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે. સારા અને ઈન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ પર લખાયેલ પુસ્તકોને પોતાની શૈલીમાં મોટા પડદે રજૂ કરવા માટે ફિલ્મ મેકર્સ હંમેશા ઉત્સુક હોય છે. લેખકો અને ડિરેક્ટર્સ આવા પુસ્તકો લઈને પ્રોડ્યુસર્સ પાસે પહોંચે છે અને તેમને તેની પરથી ફિલ્મ બનાવવા માટે મનાવે છે. એક ફિલ્મના મેકિંગ અને તેની રિલીઝ ઉપરાંત, પુસ્તકના રાઈટ્‌સ ખરીદવા માટે લેખકોને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે અને પ્રોડ્યુસર્સ પણ હસી ખુશીથી કરોડો રૂપિયા ચૂકવી પુસ્તકની સ્ટોરી પર ફિલ્મ બનાવે છે. બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો, આલિયાની લાસ્ટ રિલીઝ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (મુંબઈ માફિયા ક્વીન્સ) પરથી તૈયાર થઈ હતી. આ ઉપરાંત, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’, ‘પોનીયિન સેલવાન’, ‘રાઝી’ (કૉલિંગ સેહમત) જેવી ફિલ્મો પુસ્તકના સ્ક્રિન રૂપાંતરણના બેસ્ટ ઉદાહરણ છે. ચેતન ભગતની નોવેલ પરથી ‘૨ સ્ટેટ્‌સઃ ધ સ્ટોરી ઓફ માય મેરેજ’ (૨ સ્ટેટ્‌સ), ‘૩ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ (કાઈ પો ચે!), ‘ફાઈવ પોઈન્ટ સમવન’ જેવી ફિલ્મોએ ઓડિયન્સને એન્ટરટેઈન કર્યા છે અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ઉપરાંત, ૩ ઈડિયટ્‌સ, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘શૂટઆઉટ એટ વડાલા’, ‘દેવદાસ’, ‘પરિણીતા’, ‘પિંજર’, ‘ ધ ઝોયા ફેક્ટર’ જેવી ખ્યાતનામ ફિલ્મો પાછળ સફળ લેખકના સફળ પુસ્તકો જ છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *