દિલ્હી
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે, મહિલા ખેલાડીઓની કથિત જાતીય સતામણીના મામલામાં કાર્યવાહી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન યોજી રહેલા પહેલવાનોને જંતર-મંતરથી હટાવ્યા બાદ ચર્ચા વધુ ચગી છે. પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા આંદોલનમાં સામેલ તમામ કુસ્તીબાજાેએ હરિદ્વારની ગંગામાં પોતાના મેડલ પધરાવવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજાે સાંજે ૬ વાગ્યે મેડલને ગંગામાં પધરાવશે, ત્યારબાદ તેઓ ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ શરૂ કરશે. કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, “અમે આ મેડલ ગંગામાં વહેવડાવવા જઈ રહ્યા છીએ, કારણ કે તે ગંગા મા છે.” આપણે ગંગાને જેટલી પવિત્ર માનીએ છીએ, એટલી જ પવિત્રતાથી આપણે આ મેડલ સખત મહેનત કરીને હાંસલ કર્યા હતા.કુસ્તીબાજાેએ તેમના નિવેદનમાં કહ્યું કે તમે બધાએ જાેયું કે ૨૮ મેના રોજ શું થયું, પોલીસે અમારી સાથે કેવું વર્તન કર્યું? કેટલી ર્નિદયતાથી અમારી ધરપકડ કરવામાં આવી. અમે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા. અમારા આંદોલનના સ્થળે પણ પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને અમારી પાસેથી વસ્તુઓ છીનવી લેવામાં આવી હતી અને બીજા દિવસે ગંભીર કેસમાં અમારી વિરુદ્ધ હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી.
