Delhi

ઇરાનમાં શાળાની વિદ્યાર્થિનીઓને બીમાર કરવા પાછળ શું ઇસ્લામ ચરમપંથીઓ છે જવાબદાર?..

નવીદિલ્હી
ઇરાનમાં સ્કૂલ જનારી હજારો વિદ્યાર્થિનીઓ રહસ્યમય રીતે બીમાર પડી ગઈ છે. તેમને માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ઉલટી જેવી બીમારીઓ થઈ ગઈ છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેને કારણે તેઓ શાળાએ જઈ શકતા નથી. જાે કે, સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, ઇસ્લામ ચરમપંથીઓએ બાળકીઓને શાળાએ ન મોકલવી પડે તેથી જાણી જાેઈને ઝેર આપ્યું છે. આ મામલે એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે, ચરમપંથીઓએ શાળાઓને બંધ કરાવવા માટે જાણી જાેઈને વિદ્યાર્થિનીઓને ઝેર આપ્યું છે. ઇરાનના કોમ શહેરમાં આ ઘટના બની છે. ઇરાનના ઉપમંત્રી યૂનુસ પનાહીએ પુષ્ટિ કરતા કહ્યુ હતુ કે, ‘કેટલાક લોકો દીકરીઓનું શિક્ષણ બંધ કરાવવા માટે વિદ્યાર્થિનીઓને ઝેર આપી રહ્યા છે. ઇરાનમાં ચરમપંથીઓ સામે શરૂ થયેલી ક્રાંતિનું નેતૃત્વ મહિલાઓ અને દીકરીઓ કરી રહી છે. અધિકારીઓએ પણ તેમની કાર્યવાહી ચાલુ રાખી છે. હવે શાળાની વિદ્યાર્થિનીઓને નિશાનો બનાવવામાં આવી રહી છે. ઇરાનની રાજધાની તહેરાનના દક્ષિણમાં સ્થિત કોમ શહેર બાદ પાડોશી શહેરની વિદ્યાર્થિનીઓ પણ બીમાર પડવા લાગી છે. ઇરાનના ઉપસ્વાસ્થ્ય મંત્રીનું માનીએ તો તેમને ‘રાસાયણિક યૌગિકો’નો ઉપયોગ કરીને ઝેર આપવામાં આવ્યું છે. વિદ્યાર્થિનીઓને ઝેર આપવાની શરૂઆત ક્યારથી થઈ?.. તે જાણો.. અધિકારીઓનું કહેવું છે કે, હોસ્પિટલમાં દાખલ હોવાને કારણે વિદ્યાર્થિનીઓ શાળાએ જઈ શકતી નથી. તેનાથી ચરમપંથીઓનો ઉદ્દેશ્ય પૂરો થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે, ચરમપંથી હાલ તો વિદ્યાર્થિનીઓને શાળાએ મોકલવા નથી માંગતા. વિદ્યાર્થિનીઓને ઝેર આપવાનું વર્ષ ૨૦૨૨ના અંતમાં શરૂ થયું હતું. ત્યારે મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલી ૨૨ વર્ષીય મહસા અમીનીના સમર્થનમાં ઇરાનના શાસન સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતું. મહસા અમીનીને હિજાબ ખોટી રીતે પહેરવા મામલે પકડવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલાઓ પર બળપ્રયોગ કર્યો હતો, જેમાં કેટલાકના મોત નીપજ્યા હતા. શું ૧૪ શાળાઓને અત્યાર સુધીમાં નિશાન બનાવવામાં આવી છે? જાણો આ એજન્સીનું કહવું શું છે?.. એક સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે જાે તમને જણાવીએ તો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોમની મોટાભાગની શાળામાં વિદ્યાર્થિનીઓને ઝેર આપવાના કેસ સામે આવ્યા છે. વિદ્યાર્થિનીઓને ઝેર આપવાનો પહેલો કિસ્સો નવેમ્બર ૨૦૨૨માં કોમ શહેરમાંથી જ બહાર આવ્યો હતો. જ્યારે સેકન્ડરી શાળાની વિદ્યાર્થિનીઓ અચાનક બીમાર પડી ત્યારે સમગ્ર મામલો ઉજાગર થયો હતો. જાે કે, ફેબ્રુઆરી ૨૦૨૩માં ૧૫ જેટલી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. હાલ સ્થિતિ કાબૂમાં છે. ડોક્ટરો પણ તેમની સારસંભાળ લઈ રહ્યા છે. કોમમાં વારંવાર આવી ઘટના કેમ બને છે?.. લોર્સેટનના ઉપરાજ્યપાલ માજિદ મોનેમીએ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના દિવસે કહ્યુ હતુ કે, પશ્ચિમી ઇરાનના બોરઝર્ડમાં ૫૦ શાળાની વિદ્યાર્થિનીઓને ઝેર આપવામાં આવ્યું છે. વિદ્યાર્થિનીઓને ઝેર આપવાનો પહેલો કેસ પણ કોમમાંથી જ સામે આવ્યો હતો. ત્યારબાદ આ શહેરમાં એક પછી એક આવી ઘટના સામે આવી હતી. હકીકતમાં આ શહેર ઇસ્લામી રૂઢિવાદનું ધાર્મિક સ્થાન માનવામાં આવે છે. આ શહેરમાં ઇરાનના મોટા નેતાઓ સહિત રાષ્ટ્રપતિએ શિક્ષણ લીધું છે. તેટલું જ નહીં, ધાર્મિક નેતા પણ અહીંથી જ શિક્ષણ મેળવે છે. એવામાં વિદ્યાર્થિનીઓને લિંગને આધારે બાકાત રાખવી તે ઇસ્લામ ચરમપંથીઓનો ઉદ્દેશ્ય છે. તેવામાં વિદ્યાર્થિનીઓનો વિવાદ દબાવવા અને તેમને શાળાએ જવાથી રોકવા માટે ઝેર આપવાના કેસ સામે આવી રહ્યા છે. આના પર શાસન-પ્રશાસનનું શું કહેવું છે? તે જાણો.. ઇરાનના અધિકારીઓએ છેલ્લા અઠવાડિયે જ ખતરો જાહેર કરી દીધો હતો. પરંતુ, ઇરાનના સ્વાસ્થ્ય મંત્રાલયમાં જુનિયર મિનિસ્ટર યૂનુસ પનાહીએ છોકરીઓને ઝેર આપવા મામલે ચરમપંથીઓ જવાબદાર હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને સમગ્ર વિશ્વમાં આ વાત હવાની જેમ ફેલાઈ ગઈ હતી. તેમણે કહ્યુ હતુ કે, કેટલાક લોકો શાળા બંધ કરવાની માગણી કરી રહ્યા છે. તેમાં પણ છોકરીઓની શાળાને તાત્કાલિક બંધ કરવા માટે ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. ઇરાનના ચીફ પ્રોસિક્યૂટર મોહમ્મદ જાવેદ મોન્તઝેરીએ કહ્યુ હતુ કે, વિદ્યાર્થિનીઓને જાણીજાેઈને ઝેર આપવામાં આવે છે. તહેરાનની ઓલ વૂમેન પબ્લિક યુનિવર્સિટી અલ ઝહરા વિશ્વવિદ્યાલયમાં ઇસ્લામી અધ્યયનના શોધકર્તા નફીસ મુરાદીએ કહ્યુ હતુ કે, માત્ર વિદ્યાર્થિનીઓ બીમાર પડે તે શંકા ઉપજાવે તેવું છે. કેમિકલમાં દારૂની ગંધ આવે છે?.. જાણો શું છે કે આવી ગંધ આવે છે?.. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, શાળામાં અચાનક દારૂની ગંધ આવવા લાગે છે. અમને તાત્કાલિક શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ ખાંસીમાં લોહી પડવા લાગ્યું અને ગભરામણ થવા લાગી. ત્યારબાદ ઊલટી અને માથાનો દુખાવો થવા લાગ્યો. ત્યારબાદ અમને હોસ્પિટલ લઈ જવામાં દાખલ કરવામાં આવ્યાં. વિદ્યાર્થિનીઓના રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષણ અધિકારી અને શિક્ષકોને ઘેરી લીધા હતા. તેટલું જ નહીં, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના દિવસે રાજ્યપાલ કાર્યાલય બહાર પ્રદર્શન કરી સમગ્ર મામલે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું હતું. સ્થાનિક મીડિયા પ્રમાણે, કોમ શહેરમાં કેટલીક શાળાને ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવી છે. કેટલીક શાળાઓ ઓનલાઇન શાળા ચલાવી રહી છે. પ્રશાનને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. છતાંય કેટલાક ડરી ગયેલા વિદ્યાર્થીઓ શાળાએ જવા માગતા નથી. આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *