નવીદિલ્હી
નાણા મંત્રાલયે સામાન્ય બજેટને રજૂ કરવાની તૈયારી શરુ કરી દીધી છે. નાણા મંત્રી સીતારમણ આવતા મહિનાની પહેલી તારીખે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બજેટ રજૂ કરશે. આ બજેટમાં સામાન્ય લોકોને આશા છે કે સરકાર તરફથી થોડી રાહત મળશે. જાે કે કેન્દ્ર સરકારે બજેટથી પહેલા જ સામાન્ય લોકોને એક મોટી રાહત આપી છે. આ રાહતમાં હવે રુપે ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટૈક્સ લાગશે નહીં. સરકારે રુપે કાર્ડ અને ભીમ યુપીઆઈ વ્યવહારોને વધારવા માટે બેંકો માટે અપાયેલી ટૈક્સ છૂટ આપવાનો ર્નિણય કર્યો છે. આ જાણકારી નાણા મંત્રાલયે આપી હતી. ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટે ચાલુ નાણાકીય વર્ષમાં રૂપે ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારોને વધુ પ્રોત્સાહન આપવા માટે બેંકો માટે રૂ. ૨,૬૦૦ કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી હતી. સરકાર તરફથી રુપે ડેબિટ કાર્ડ અને નીચા મૂલ્યના ભીમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સના પ્રમોશન માટે સરકાર પ્રોત્સાહક યોજના માટે બેંકોને રુપે ડેબિટ કાર્ડ વ્યવહારો અને ૨,૦૦૦ રૂપિયા સુધીના ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારોના મૂલ્યની ટકાવારીના રુપમાં પ્રોત્સાહન રકમ ચૂકવે છે. જીએસટીના મુખ્ય કમિશનરોને મોકલવામાં આવેલા પરિપત્રમાં મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રોત્સાહનનો સીધો સંબંધ સેવાના મૂલ્ય સાથે જાેડાયેલ સબસિડી સાથે છે. તે સેન્ટ્રલ જીએસટી એક્ટ ૨૦૧૭ની જાેગવાઈઓ હેઠળ ટ્રાન્ઝેક્શનના કરપાત્ર મૂલ્યનો ભાગ નથી. તેમા કહેવામાં આવ્યુ છે કે કાઉન્સિલ દ્વારા ભલામણ મુજબ, તે સ્પષ્ટ કરવામાં આવે છે કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા રૂપે કાર્ડ અને ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ય્જી્ લાગુ થશે નહીં. આવા વ્યવહાર સબસિડીના રૂપમાં છે અને તેના પર ટેક્સ લાગશે નહીં. ગત વર્ષે ડિસેમ્બરમાં યુપીઆઈએ ૧૨.૮૨ લાખ કરોડ રુપયાના મુલ્યના ૭૮૨.૯ કરોડ ડિજિટલ પેમેંન્ટ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બનાવ્યો છે.
