નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૯થી ૨૧ મે સુધી જાપાનના પ્રવાસે જઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જાપાની સમકક્ષ કિશિદા ફુમિયોના આમંત્રણ પર જઈ રહ્યા છે. હકીકતમાં જાપાન જી-૭ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે. પોતાની અધ્યક્ષતા હેઠળ જાપાને ભારતના પ્રધાનમંત્રીને આમંત્રણ મોકલ્યું હતું. હવે પીએમ મોદી જાપાનના હિરોશિમામાં યોજાનારા સંમેલનમાં સામેલ થશે. શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી ભાગીદાર દેશોની સાથે વિવિધ વિષયો પર થનારી જી-૭ સત્રોમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી શિખર સંમેલનથી અલગ કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. જી-૭ દુનિયાના સાત ઔદ્યોગિક દેશ કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનું મંચ છે. ભારતને તેમાં વિશેષ અતિથિ તરીકે નિમંત્રણ મળ્યું છે. હિરોશિમાનો દુખદાયક ઈતિહાસ વિષે જાણો… હિરોશિમાની વાત કરીએ તો, તે એક ઐતિહાસિક શહેર છે જેણે ઇતિહાસનો સૌથી દર્દનાક અધ્યાય જાેયો છે. યુએસએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૬ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ હિરોશિમા પર વિશ્વનો પ્રથમ અણુ બોમ્બ ફેંક્યો હતો. આનાથી શહેરમાં ભારે વિનાશ સર્જાયો અને લગભગ ૧૪૦,૦૦૦ લોકો માર્યા ગયા. અમેરિકાએ ત્રણ દિવસ પછી નાગાસાકી શહેર પર બીજાે બોમ્બ ફેંક્યો, જેમાં ૭૦,૦૦૦ લોકો માર્યા ગયા. આખું પુરા શહેર બરબાદ થઈ ગયું. આ દુર્ઘટનાનું પરિણામ આજે પણ આ શહેરના લોકો ભોગવી રહ્યા છે. પ્રથમવાર પાપુઆ ન્યૂ ગિની જશે કોઈ ભારતીય પ્રધાનમંત્રી?… કેમ તે જાણો.. વિદેશ મંત્રાલય તરફથી મંગળવારે જાહેર અખબારી યાદીમાં કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી જાપાન બાદ પોર્ટ મોરેસ્બી (પાપુઆ ન્યૂ ગિની) ની યાત્રા કરશે, જ્યાં તેઓ ૨૨ મે ૨૦૨૩ના પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારપેની સાથે સંયુક્ત રૂપથી ફોરમ ફોર ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન હ્લૈંઁૈંઝ્ર ૈંૈંૈં સમિટ) ના ત્રીજા શિખર સંમેલનની યજમાની કરશે. પાપુઆ ન્યૂ ગિનીમાં પીએમ મોદીના દ્વિપક્ષીય કાર્યક્રમ હશે, જેમાં ગવર્નર-જનરલ સર બોબ ડાડે અને પ્રધાનમંત્રી જેમ્સ મારપેની સાથે બેઠકો સામેલ છે. કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પાપુઆ ન્યૂ ગિનીની આ પ્રથમ યાત્રા હશે.