નવીદિલ્હી
પડોશી દેશ ચીન દરરોજ ભારત વિરુદ્ધ કોઈને કોઈ ષડયંત્ર રચી રહ્યો છે. દાયકાઓથી તેની નજર અરુણાચલ પ્રદેશ પર છે એટલું જ નહીં, હવે તે ઉત્તરાખંડ પર પણ નજર રાખી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે ચીન ઉત્તરાખંડ સરહદને અડીને આવેલા પોતાના વિસ્તારોમાં ગામડાઓ બનાવી રહ્યું છે. આ ગામોને ડિફેન્સ વિલેજ તરીકે ઓળખવામાં આવશે, જેની દેખરેખ ચીનની સેના એટલે કે પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરેક ગામમાં ૨૫૦ ઘર હશે. મોટી વાત એ છે કે આ સરહદી ગામો વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર)થી માત્ર ૧૧ કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યા છે. આ સિવાય ચીન ન્છઝ્રથી ૩૫ કિલોમીટર દૂર ૫૫-૫૬ ઘરો સાથે ગામડાઓ પણ બનાવી રહ્યું છે. પીપલ્સ લિબરેશન આર્મી પણ તેમની દેખરેખ રાખશે. આ તમામ ગામો ચીનની સરહદને અડીને આવેલા પૂર્વ સેક્ટરમાં ૪૦૦ ગામોને વસાવવાની યોજનાનો ભાગ છે. મહત્વનું છે કે પહાડી રાજ્ય ઉત્તરાખંડ ચીન સાથે ૩૫૦ કિલોમીટરની સરહદ ધરાવે છે. જાે કે, મોટાભાગના સરહદી વિસ્તારોમાં આજીવિકાનો ભારે અભાવ છે, જેના કારણે અહીં બહારથી સ્થળાંતર જાેવા મળે છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે ચીન ઉત્તરાખંડમાં નીતિ પાસ પાસે નવા કેમ્પ લગાવી રહ્યું છે. નીતિ પાસ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધથી બંધ છે, જ્યારે યુદ્ધ પહેલા તે ભારત અને તિબેટ વચ્ચેનો વેપાર માર્ગ હતો અને લાંબા સમયથી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. સૂત્રોએ જણાવ્યું કે ચીન થોલિંગ સેક્ટરથી ૪૫ કિલોમીટર દૂર સરહદી ગામ પણ બનાવી રહ્યું છે. ગામથી થોડાક મીટર દૂર લશ્કરી સંકુલ પણ બનાવવામાં આવ્યું છે. જાે સંરક્ષણ અને વ્યૂહાત્મક વિશ્લેષકોનું માનીએ તો, બેઇજિંગ ચારે બાજુથી ભારતને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરહદની આસપાસ તેની ગતિવિધિઓમાં ઝડપથી ફેરફાર થયો છે. જ્યાં ચીન પહેલા ચુપચાપ બેઠું હતું ત્યાં હવે હેલિપેડ અને રસ્તાઓ બનાવી રહ્યું છે. વિશ્લેષકો માને છે કે ભારતે ચીન સામે સંતુલિત અભિગમ અપનાવવો પડશે. ન્છઝ્ર પાસે ચીનની હરકતો જાેઈને ભારત પણ સરહદ નજીક પોતાની તાકાત વધારી રહ્યું છે. રોડ અને પુલ નિર્માણ સહિત અનેક માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ભારત દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યા છે. તેના દ્વારા ભારતીય સેનાના જવાનો તે બિંદુઓ સુધી સરળતાથી પહોંચી શકશે. ચીનની આ નવી ચાલને લઈને ભારતીય સેના વધુ સતર્ક થઈ ગઈ છે. ભારતીય સેના પહેલાથી જ ન્છઝ્ર પર સ્થિતી પર નજર રાખી રહી છે.