નવીદિલ્હી
મહેસાણાઃહિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં વધુ એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. મહેસાણાના પાલાવાસણા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ પર ચાલતા રાહદારી યુવાનને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતાં યુવાનનું મોત થયું હતું. વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. ૨૪ વર્ષિય અલ્પેશ ઠાકોરના અકસ્માતે નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
