Gujarat

ચોકી નજીકની જુનાગઢ પોલીસની ચેકપોસ્ટમાં  ધડાકાભેર કાર ઘૂસી જતાં જીઆરડી જવાનનું મોત 

પેટા
2 જીઆરડી મિત્રો પોતાની હાજરી માટે તંત્રના નિયમ મુજબ સેલ્ફી પાડતા હતા ત્યારે
જ જેતપુર તરફથી આવતી કાર ચેકપોસ્ટમાં ઘૂસી ગઈ : હજુ એક જવાન ગંભીર
જેતપુર તાલુકાના  સાંકળીના પાટિયાથી આગળ ચોકી ધાર વિસ્તારમાં ઊભી કરાયેલી જુનાગઢ પોલીસની ચેકપોસ્ટમાં ગત રાત્રિના જેતપુર તરફથી આવતી એક કાર ઘૂસી જતાં અંદર બેઠેલા 2 જીઆરડી જવાનોમાંથી એકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે બીજા ગંભીર ગઘવાયેલા જવાનને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે.  કાર ચાલક અકસ્માત સર્જી, કાર મૂકી નાસી ગયો હોવાથી કાર નંબરના આધારે પોલીસ તેમની શોધખોળ આદરી છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાની હદ જ્યાં પૂર્ણ થાય છે અને જૂનાગઢ જિલ્લાની હદ શરૂ થાય છે  ત્યાં જેતપુર અને જૂનાગઢ એમ બંને પોલીસની સામસામે ચેકપોસ્ટ ઊભી કરાઇ છે. જેમાં જુનાગઢ જિલ્લાની ચોકી ચેક પોસ્ટ પર શનિવારે રાત્રીના સમયે જીઆરડી જવાન કાનાભાઈ ડાયાભાઇ દેગડા અને જયેશ હરિભાઈ ચૌહાણ બંનેની નાઈટ ડ્યુટી હતી.
બંને જીઆરડી જવાનો રાત્રિના દસેક વાગ્યે ચેકપોસ્ટ પર પહોંચીને જીઆરડીના નિયમ મુજબ જીઆરડી ગ્રુપમાં ફરજ પર હાજર હોવાના પુરાવા રૂપે મોબાઇલમાંથી સ્થળ પોતાનો ફોટો પાડી ગ્રુપમાં અપલોડ કરવાનો થતો હોવાથી આ નિયમ મુજબ બંને જવાનોએ સાથે સેલ્ફી ખેંચી અને અપલોડ કરી તે સેલ્ફી કાનાભાઈની છેલ્લી સેલ્ફી બની ગઈ હોવાની કરુણાંતિકા બની ગઈ હતી.
સેલ્ફી લીધાની થોડી જ વારમાં જેતપુર તરફથી પુરપાટ ઝડપે એક આઈ ટ્વેન્ટી કાર જીજે ૧૮ બીએચ ૭ નંબરની બેરીકેટ તોડીને ચેકપોસ્ટ તોડી અંદર ઘુસી  અને બંને જવાનો ચેકપોસ્ટની અંદર બેન્ચ પર બેઠા હતા ત્યાંથી તેઓને હડફેટે લેતા આખી ચેકપોસ્ટ લોહીલુહાણ થઈ ગઈ હતી. જેમાં કાનાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે જયેશભાઇને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનામાં જીઆરડી જવાનોને ચેકપોસ્ટ પર કારે હડફેટે લીધાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો અકસ્માત સ્થળે પહોચી ગયો હતો. અને અકસ્માતની તપાસ હાથ ધરી હતી. તેમજ અકસ્માત સર્જી નાશી જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
(ફોટો હરેશ ભાલીયા )

IMG_20230402_092544.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *