રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આજે પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી,જેમાં કુલ 3253 વિદ્યાર્થીઓએ પોતાનું નામાંકન કરાવ્યું હતું, આ પ્રવેશ પરીક્ષા માટે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ 10 પરીક્ષા કેન્દ્ર ઉપર સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું ,પરીક્ષા માટે નોંધાયેલ 3253 વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાની સરકારી અને ખાનગી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની વિવિધ શાળાઓના 2670 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહયા હતા,પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર 80 વિદ્યાર્થીઓને મેરિટ ના આધારે પ્રવેશ આપવામાં આવશે.પરીક્ષા આપી બહાર આવેલ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પાસ થઈ પ્રવેશ મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર