જે દર્દીઓને ખભા, જકડાહટ, ફ્રોઝન શોલ્ડર, ગરદનમાં દુઃખાવો રહેતો હોય, સર્વાઈકલ સ્પોન્ડીલોસિસ,
કમરમાં દુઃખાવો, સાંધામાં ઘસારો હોય, હાડકાંનો ઘસારો હોય, સાયટીકા હોય કે માંસપેશીમાં દુઃખાવો સતત રહેતો હોય- આવી
તમામ સમસ્યાઓ માટે આગામી તા. 22 મે ના રોજ ગુલાબ કુંવરબા આયુર્વેદિક હોસ્ટિપટલ, પહેલો માળ, ઓ. પી. ડી. નં.
112, પંચકર્મ ભવન, I. T. R. A., જામનગરમાં સવારે 09:00 થી 12:00 અને સાંજના 04:00 થી 06:00 દરમિયાન નિઃ
શુલ્ક નિદાન અને 'મર્મ સારવાર' નો કેમ્પ આયોજિત કરવામાં આવશે.
જામનગરની જાહેર જનતાને આ નિઃ શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે આર. એમ. ઓ. શ્રી ડો. જોયલ
પટેલ, ઈટરાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.