આજ તા.૨૨/૪/૨૩ ને વૈશાખ સુદ બિજ ના દિવસે આરેણાના રામદેવજી મહારાજ ગતગંગા ના કોટવાર એવા રામભાઈ ધાનાભાઈ બારડ દ્વારા પોતાના દેહદાનનો સંકલ્પ આરેણા લક્ષ્મી નારાયણ મંદિરમા મહંત સુભાષ બાપુના હસ્તે શિવમ્ ચક્ષુદાન – આરેણાના સંચાલકો ને અર્પણ કર્યું છે.
આજે મેડિકલ કોલેજ મા દેહદાન આવશ્યક હોય છે.અને આ હેતું સર રામભાઈ દ્વારા દેહદાનનો સંકલ્પ કર્યો છે. રામ ભાઈ ખેતિ સાથે જોડાયેલા છે અને પોતે ગ્રેજ્યુએટ સુધી નો અભ્યાસ પુર્ણ કરેલ છે.
દેહદાન શ્રેષ્ઠ દાન એ સૂત્ર ને સાર્થક કરતા વિચાર ને શિવમ્ ચક્ષુદાન સલાહ કેન્દ્ર – આરેણા બિરદાવે છે. રિપોર્ટર. વિમલ રાઈકુંડલીયા


