*51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે અંબાજી ગામના સરગરા સમાજ અંબાજીના ચૌહાણ પરિવાર જોડાયું*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પાંચ દિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં સર્વે સમાજ અને સર્વે સંસ્થાઓ પરિક્રમા મહોત્સવમાં સામેલ થઈ રહી છે ત્યારે ક્ષત્રિય સરગરા સમાજ યુથ કમિટી, અંબાજી તથા રાષ્ટ્રીય ગૌરક્ષક સંઘ ગુજરાત દ્વારા યાત્રિકોને ગૌ સેવા ના પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા ગો માતા ના દૂધમાંથી મળતા લાભ પ્રત્યે લોકજાગૃતિ માટે પેમ્પલેટ ની વહેંચણી કરવામાં આવી. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે અંબાજી ગામના સરગરા સમાજ અંબાજી ના ચૌહાણ પરિવાર પરિક્રમા મહોત્સવ બીજા દિવસે માતાજી ની ધજા સાથે પરિક્રમા માં જોડાયા હતા અને ગૌસેવા પ્રત્યે લોક જાગૃતિ માટે પેમ્પ્લેતોની યાત્રિકોને વેચણી કરી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*