ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે . એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓ તથા સર્કલ પો.ઇન્સ વિ.એસ.ગાવિત છોટાઉદેપુર સર્કલ સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ ક૨ેલ હતી, જે અનુસંધાને પો.સ.ઇ. સી.એમ.ગામીત કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ પોસ્ટેમાં નોંધાયેલ ગુનાના નાશતા ફરતા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવેલ હતી તેમજ અંગત બાતમી દારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે આધારભુત માહિતિ મેળવેલ કે (૧) ક્વાંટ પોસ્ટે ।૧૧/૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩ અને આર્મ્સ એક્ટની કલમ ૨૪(૧-બી)એ, બીપી એકટ ૧૩૫ મુજબ તથા (૨) કવાંટ પોસ્ટે I ૦૭/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૩૫ મુજબના કામે મોસ્ટ વોન્ટેડ આરોપી અમરસીંગભાઈ મોયડાભાઈ રાઠવા ઉવ. ૫૫ રહે. રાયસીંગપુરા, માલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાનો કે જે છેલ્લા બાર વર્ષથી નાશતો ફરતો હોય જે આરોપીને જિલ્લાના ટોપ-૧૦ નાશતા ફરતા યાદીમાં હોય અને ગુજરાત સરકાર ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક-મહક/૧૦૯૮/પ૨૮(૧) વ તા. ૧૭/૦૮/૨૦૨૨ ના આધારે પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ તેઓની કચેરીના પત્ર ક્રમાંક : એલ.સી.બી./ના.ફ./ઇનામ/જાહેરાત/૧૩૭૭/ ૨૦૨૨ તા. ૧૫/૧૨/૨૦૨૨ થી સદરી આરોપી ઉપર અંકે રૂ.૧૦,૦૦૦/- નુ ઇનામ જાહેર કરવામાં આવેલ છે જે આરોપી રાયસીંગપુરા ગામે કોતર પાસે આવેલ એક ઝુપડીમાં હોવાની હકીકત મળતા પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓએ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી ખાનગી વાહનમાં બેસી આજ રોજ રાત્રીના બાતમી વાળી જગ્યાએ સ્થાનિક વેશભુષા પહેરીને બાતમી વાળી જગ્યાએ જઈ ચારેય તરફથી કોર્ડન કરી વોચમાં ગોઠવાયેલ હતા અને વહેલી સવારના ઝુપડીમાં હલનચલન જણાતા સદરી જગ્યાએ જઈ ત્યાં હાજર ઇસમને પકડી પાડેલ જે ઇસમનુ નામઠામ પુછતા અમરસીંગભાઈ મોયડાભાઈ રાઠવા ઉવ. ૫૫ રહે. રાયસીંગપુરા માલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાનો હોય તેને પકડી પાડી કવાંટ પોલીસ સ્ટેશન લઈ આવેલ. આમ છેલ્લા બાર વર્ષથી ખુન, ખુનની કોશીશ, રાયોટીંગ અને આર્મ્સ એક્ટના ગુનાનામાં સંડોવાયેલ નાશતો ફરતો આરોપીને અને સરકાર દ્વારા ૧૦,૦૦૦/- ઇનામની જાહેર કરેલ જિલ્લાના ટોપ-૧૦ નાશતા ફરતા આરોપીમાં
સમાવિષ્ટ આરોપીને પકડી પાડવા કવાંટ પોલીસને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર