આંબામાં ભૂકી છારાના નિયંત્રણના પગલા લેવા અંગે ખેડૂતો માટે જૂનાગઢ કૃષી યુનિ. દ્રારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાની મુજબ સૌરાષ્ટ્રમાં આંબાના બગીચાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જેમાં હાલમાં ભૂકીછારા રોગનો ઉપદ્રવ વધુ માત્રામાં જોવા મળેલ છે. આ રોગ આંબામાં પાંદડા, ડાળીઓ તેમજ મોરમાં જોવા મળે છે. આ રોગ લાગતા પાંદડા પર સફેદ રંગનું આવરણ ચડી જાય છે તેમજ વળીને સુકાયજાય છે. મોરમાં આ રોગ લાગતા મોર સુકાય અને ખરી જાય છે જેના લીધે કેરીના ઉત્પાદનમાં તેમજ ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ. એમ.ગાજીપરા તથા જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, કીટકશાસ્ત્ર વિભાગના સહસંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. ડી.એમ. જેઠવા દ્વારા આંબાના બગીચા ધરાવતા સર્વે ખેડૂતોને ભૂકીછારાના નિયંત્રણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાથમિક અખતરાઓ તેમજ ભલામણના આધારે નીચે મુજબની દવાઓનો ક્રમ અનુસાર જરૂરિયાત મુજબ વારાફરતી આખું ઝાડ પલળી જાય તે રીતે છંટકાવ કરવા જણાવવામાં આવેલ છે.જેમા ૧. કાર્બેનડેન્ઝીમ ૫૦ ડબલ્યું.પી ૧ ગ્રામ/લીટર,૨. કોપર ઓક્સીક્લોરાઇડ ૫૦ ડબલ્યું.પી ૨.૪ ગ્રામ/લીટર,૩. ડાયનોકેપ ૪૮% ઈસી ૦.૫ ગ્રામ/લીટર,૪. હેક્સાકોનાઝોલ ૫% એસસી ૨મિલી/લીટર,પ.સલ્ફર ૮૦% ડબલ્યું.પી ૩- ૪ ગ્રામ/ લીટર,૬. ટેટ્રાકોનાઝોલ ૩- ૮% ઈડબલ્યું ૧.૨૫ ગ્રામ/ લીટર,૭. કાર્બેન્ડાઝીમ ૧૨%+ મેન્કોઝેબ ૬૩% ડબ્લ્યુ.પી. ૧.૫ ગ્રામ/લીટર.
