પંચાયતના મહિલા સરપંચનો વહિવટ સસરા સંભાળતા હોવાનો આક્ષેપ..
ઉના તાલુકાના મેણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રહેણુકાબેન મનસુખભાઇ સાંખટ ચુંટાયેલા હોય અને તમામ ગ્રામ પંચાયતનાં
વહિવટ મહિલા સરપંચના સસરા લાલજીભાઈ હમીરભાઇ દ્વારા ચલાવવામાં આવતો હોય વારંવાર મળતી પંચાયતની મીટીંગમાં
પણ બોલાવવામાં આવતાં નહિ હોવાનાં કારણે પંચાયતનાં વહિવટ અને વિકાસ કામોની આવતી ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવે છે તે
અંગે ચુંટાયેલા પ્રતિનિધિઓને વિગતો પણ અપાતી નહિં હોવાના કારણે મેણ ગ્રામ પંચાયતના સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન
અરજણભાઇ જસાભાઈ સરવૈયા મેણ ગામનાં ઉપ સરપંચ યુનુસભાઈ આમનભાઈ મહેત્રા મહિલા સભ્ય મણીબેન રાણાભાઇ સાંખટ
એ સોગંદનામું કરીને પોતાનાં રાજીનામું તાલુકા પંચાયત કચેરી વિકાસ અધિકારી તેમજ ગ્રામ પંચાયતનાં તલાટી મંત્રીને આપી દીધું
હતું.અને ગ્રામપંચાયતના વહિવટ અંગે કોઇપણ સમયે ગેરરીતી બહાર આવેતો ઉપરોક્ત ત્રણેય સભ્ય જવાબદાર રહેશે નહીં તેવી
રાજીનામામાં હકીકત જણાવી હતી. મહિલા સરપંચ રહેણુકાબેન મનસુખભાઇ સાંખટ ચુંટાયેલા હોય અને તેમના સસરા
લાલજીભાઈ હમીરભાઇ પાસે કોઈ હોદો કે સભ્ય નહિં હોવા છતાં પણ પંચાયતમાં સરપંચનું સ્થાન સંભાળીને મન માની રીતે તલાટી
મંત્રીનાં સહયોગથી વહીવટ ચલાવતાં હોય તેમ જણાવી કોઇની ધાક ધમકી કે ડર વગર રાજી ખુશીથી આ રાજીનામું આપ્યું હોવાનું
બહાર આવ્યું છે..