મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ઘટક ગોગજીપુરા-૧ સેજાના જેતાજીના મુવાડા કેન્દ્રમાં રાષ્ટ્રીય પોષણ પખવાડિયાના ઉજવણીના ભાગરૂપે મિલેટના મહત્વ વિશે સર્ગભા,ધાત્રી,બહેનો,કિશોરીઓ તેમજ અન્ય ગ્રામજનોને સમજ આપવામાં આવેલ. ખેડૂત દ્વારા લાભાર્થીઓને મિલેટના વાવેતર અંગે નિર્દેશન અને માર્ગદર્શન આપવામાં આવ્યું.આ કાર્યક્રમ સીડીપીઓ ભૂમિકાબેન મોદી ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.જેમાં મિલેટના ફાયદા વિશે સુપરવાઈઝર રેણુબા રાઠોડ દ્વારા સમજ આપવામાં આવી. કાર્યક્રમમાં ગામના આગેવાનો તેમજ એનએનએમ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


