Gujarat

ગબ્બર પાછળ આવેલ છાપરી ગામની સીમમાં બનેલ ખુનના ગુનાના નાસતા ફરતા  આરોપીને પકડી પાડતી અંબાજી પોલીસ

*વિનય રાવલ હત્યા કાંડ, આરોપી પકડાયો*
                   પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ તથા ના.પો.અધિ.શ્રી જે.જે.ગામીત સા. પાલનપુર વિભાગ પાલનપુર નાઓની  સુચના અને માર્ગદર્શન મુજબ ગઇ તા.૦૪/૧૦/૨૦૨૧ ના સાંજના સમયે ગબ્બર પાછળ આવેલ છાપરી ગામની સીમમાં નદીના પુલ નજીક કોઇ અજાણ્યા ઈસમોએ ભેગા મળી વિનયભાઇ પ્રફુલચંન્દ્ર રાવલ રહે.અંબાજી તા.દાંતા વાળાનુ તીક્ષ્ણ હથીયાર વડે શરીર ઉપર ધા મારી મોત નીપજાવી તે અંગે મરણ જનારના ભાઇ બ્રીજેશભાઇ રાવલે ફરીયાદ આપતા તા.૦૪/૧૦/૨૦૨૧ ના ક.૨૧/૩૦ વાગ્યે અંબાજી પોસ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.૭૨૭/૨૦૨૧ ઇપીકો કલમ.૩૦૨,૧૪૭,૧૪૮,૧૪૯ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ અને  તા—૦૧/૦૧/૨૦૨૩ ના રોજ અમો પો.ઈન્સ શ્રી ડી.બી.પટેલ અંબાજી પો.સ્ટે નાઓ તથા અંબાજી પો.સ્ટે ના અ.પો.કો મગશીભાઇ કલ્યાણભાઈ બ.નં-૧૮૧૩ તથા અ.પો.કો મયુરભાઈ દિનેશભાઈ બ.નં ૧૭૭૨ તથા અ.પો.કો સુરેશભાઈ ગોદડભાઈ બ.નં-૧૯૬૮ વિગેરે સાથે અંબાજી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે છાપરી નજીક થી સદર ગુનાના કામે  નાસતો ફરતો આરોપી સુરતાભાઈ મુગીયાભાઈ પરમાર રહે-છાપરી તા-દાંતા વાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ પોલીસ ઈન્સપેકટર શ્રી એલ.સી.બી.શાખા પાલનપુર,બનાસકાંઠા નાઓને સોપવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
 (૧) શ્રી ડી.બી.પટેલ પો.ઈન્સ અંબાજી પોલીસ સ્ટેશન
(૨) અ.પો.કો મગશીભાઇ કલ્યાણભાઈ બ.નં-૧૮૧૩ અંબાજી પોલીસ સ્ટેશન
(૩) અ.પો.કો મયુરભાઈ દિનેશભાઈ બ.નં ૧૭૭૨ અંબાજી પોલીસ સ્ટેશન
(૪) અ.પો.કો સુરેશભાઈ ગોદડભાઈ બ.નં-૧૯૬૮ અંબાજી પોલીસ સ્ટેશન
રિપોર્ટ….અમિત પટેલ અંબાજી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *