શિક્ષણ અને જાગૃતિ આવે અને શિક્ષણ માટે નવી ઉર્જા પ્રસ્થાપિત કરવાની માંગ સાથે બાઈક રેલી યોજી.
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્રારા સમસ્ત પ્રજાપતિ સમાજના જીલ્લા પ્રમુખ પ્રકાશભાઈ ટાંકની આગેવાની હેઠળ વિશાળ
સંખ્યામાં સમાજના યુવાનો દ્વારા બાઈક રેલી યોજાઇ જેમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘનો પણ પ્રજાપતિ સમાજના સર્વાંગી
વિકાસ માટે ગાંધીનગર મુકામે આશરે ૧ લાખથી વધુ ચોરસ વાર જમીન ફાળવવામાં આવે અને હાલમાં ભાજપના સ્થાપના દિન
નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પ્રજાપતિ સમાજમાં શિક્ષણ અને જાગૃતિ આવે અને શિક્ષણ માટે નવી ઉર્જા પ્રસ્થાપિત કરવાના સકારાત્મક
વિચાર સાથે બાઈક રેલી કાઢવામાં આવેલ જેમાં ગુજરાત સરકાર દ્રારા આ માગણીને ધ્યાને લઇ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ
સાથે રેલીમાં ભાવેશભાઈ ડાંગોદરા, રસીકલાલ ટાંક, અશોકભાઈ પરમાર, શાંતિભાઈ ભીલવાડા, શૈલેષભાઈ ડાંગરા, શૈલેષભાઇ
ચૌહાણ, યોગેશભાઈ નંદવાણા, યશ કિડેચા સહીતના આગેવાનો દ્રારા મુખ્યમંત્રીને સંબોધી ના. કલેકટરને આવેદનપત્ર પાઠવામાં
આવ્યુ હતું…
આવેદનમાં જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રજાપતિ સમાજની જનસંખ્યા પ૦ લાખ કરતા વધુ છે તેમજ પ્રદેશ ભાજપ
અધ્યક્ષ સી. આર પાટીલ દ્રારા પ્રજાપતિ સંમેલનોમાં જાહેર કરવામાં આવેલ કે ગુજરાત રાજ્યની કુલ વસ્તી પૈકી પ્રજાપતિ સમાજની
વસ્તી, બીજા – ત્રીજા નંબર પર હોય ગુજરાતના પાટનગર, ગાંધીનગર મુકામે જે રીતે અન્ય સમાજને જ્ઞાતિના ભવનના નિર્માણ માટે
જમીન ફાળવવામાં આવેલ છે તે ધારા ધોરણ મુજબ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘનો પણ પ્રજાપતિ સમાજના સર્વાંગી વિકાસ માટે
ગાંધીનગર મુકામે આશરે ૧ લાખથી વધુ ચોરસ વાર જમીન ફાળવવામાં આવે અને હાલમાં ભાજપના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર
ગુજરાતમાં પ્રજાપતિ સમાજમાં શિક્ષણ અને જાગૃતિ આવે અને શિક્ષણ માટે નવી ઉર્જા પ્રસ્થાપિત કરવાના સકારાત્મક વિચાર સાથે
બાઈક રેલી દ્વારા શિક્ષણ અભિયાન ૨૦૨૩નું આયોજન દરેક જિલ્લા કક્ષાએ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા જમીન
ફાળવવામા આવશે તો શિક્ષણ ભવનના નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવશે. અમારો સમાજ ભાજપને સમર્પિત સમાજ છે.
ભાજપના સૌનો સાથ સૈના વિકાસ, સૈનો વિશ્વાસ, સૌના પ્રવાસના સૂત્રને સમર્થન આપીએ છીએ. જથો અમારો સજ પણ દેશના
સર્વાંગી વિકાસમાં સહયોગી બને જેના માટે પાયાની જરૂરિયાત એ શિક્ષણ છે. જેથી સમાજનો કોઇ બાળક અભ્યાસથી વંચિત ન રહે
પ્રાધર્મિક શિક્ષણ પ્રાપ્ત કરી શકે, યુપીએસસી, જીપીએસસી તેમજ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મેળવી શકે,
વૈશલ્ય વિકાસની તાલીમ મેળવી શકે એવા વિવિધ આયોજન માટે ઉપરાંત જ્ઞાતિબંધુઓને ગાંધીનગર મુકામે પ્રજાપતિ સમાજનાં
અનેક પ્રશ્નો અંગે મંત્રીઓને મળવા આવવાનું થતુંજ રહે છે જેની સગવડતા માટે સમાજભવન તેમજ વિદ્યાર્થીઓના વિકાસ માટે
શિક્ષણ મનન હોવું ખૂબ જ જરૂરી છે. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા શિક્ષણ હતુ સાહત દરે જમીન ફાળવવા રજૂઆત
કરવામાં આવી છે. પરંતુ હજી સુધી અમને ન્યાય મળ્યો નથી. જેને ધ્યાનમાં રાખી ગાંધીનગર મુકામે જમીન ફાળવવા નાયબ ક્લેકટરને
આવેદનપત્ર આપી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરેલ.