*પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજીના તથા સર્વે સમાજો સ્વયંભૂ જોડાયા*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ક્ષત્રિય સરગરા સમાજ યુથ કમિટી, અંબાજી તથા રાષ્ટ્રીય ગૌરક્ષક સંઘ ગુજરાત દ્વારા યાત્રિકોને ગૌ સેવા ના પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા ગો માતા ના દૂધમાંથી મળતા લાભ પ્રત્યે લોકજાગૃતિ માટે પેમ્પલેટ ની વહેંચણી કરવામાં આવી. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે અંબાજી ગામના સરગરા સમાજ અંબાજી ના ચૌહાણ પરિવાર અને વણઝારા સમાજ તથા ઠાકોર સમાજ પરિક્રમા મહોત્સવ ના બીજા દિવસે માતાજી ની ધજા સાથે પરિક્રમા માં જોડાયા હતા. ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બીજા દિવસે મા અંબાના દર્શને ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્રમામાં સામેલ થયા હતા. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ના બીજા દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા મૂકેલી બસોની સેવાઓ પણ કમ પડવા લાગી યાત્રિકોનો ઘસારો વધ્યો. તંત્ર અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પરિક્રમા ને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે મોહીમ હાથ ધરી હતી પરિક્રમામાં પધારેલા યાત્રિકોને પાણીની બોટલ અને પ્લાસ્ટિકનો થેલી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો યાત્રિકોમાં પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જોઈ યાત્રિકોએ નિર્ણય ને આવકાર્યો હતો. ઠેર ઠેર 51 શક્તિપીઠ પરિક્રમામાં પાણીની વ્યવસ્થા ચા ની વ્યવસ્થા છાશ ની વ્યવસ્થા માં મોટા પ્રમાણમાં યાત્રિકો લાભ લેતા જોવા મળ્યા હતા. આરોગ્ય ખાતા દ્વારા સેવા કેમ્પો લગાવવામાં આવ્યા હતા જેમાં યાત્રિકોએ અવશ્યકતા પ્રમાણે સેવા કેમ્પોમાં લાભ લીધો હતો. તંત્રની સુંદર અને ઉત્તમ વ્યવસ્થા જોઈ યાત્રિકો વખાણ કરતા થાકતા ન હતા અને યાત્રિકો જણાવતા હતું કે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર વર્ષે મહોત્સવમાં જોડાઈશું. તંત્ર હર સમય એલેટ મોડ પર છે જેથી યાત્રિકોને સુંદર અને ઉત્તમ વ્યવસ્થા મળી શકે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*