હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ…
પ્રાચી નજીક કુંભારિયા ગામની વાડી વિસ્તારમાં વહેલી સવારમાં દીપડાએ નાની પાડીનુ મારણ કર્યું હતું કુંભારિયા રોડ ઉપર આવેલ નરભેપુરી ગોસ્વામી ની વાડી આવેલ હોય જ્યાં વહેલી સવારે છ વાગ્યાના આસપાસ અચાનક દીપડો આવી ચડ્યો હતો અને ત્યાં બાંધેલી નાની પાડી નું મારણ કરી દીપડાએ મિજબાની માણી હતી ત્યાં રહેતા નરભેપુરી ને ખબર પડતાં બધા ને જાણ કરતા ત્યાં રહેતા લોકો આવતા દીપડો નાની પાડી ને મૂકી બાજરી નું વાવેતર કરેલ ખેતર માં ઘૂસી ગયો હતો દીપડાના હુમલા થી વાડી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ વાડી માલિકે વન વિભાગ ફોન દ્વારા જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું…