ભારી પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ વરસતા બોડેલીની અનેક દુકાનોમાં પાણી ભરાયા હતા
રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવા નો વારો આવ્યો હતો
બોડેલીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના બનાવો પણ બન્યા હતા. છેલ્લા બે ત્રણ દિવસથી છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલીમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ બોડેલી શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ઉકડા સાથે બપોર પછી ભારી પવન સાથે અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા. ભારી પવન અને ગાજવીજ સાથે અડધો કલાક કરતા વધુ સમય સુધી વરસાદ વરસ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં પાણી પાણી જોવા મળ્યું હતું અડધો કલાક બાદ વરસાદે વિરામ લેતા લોકોમાં રાહત જોવા મળી હતી અને વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી બોડેલીના અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીઓમાં મુકાયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર