47,000 રોકડા,5 મોબાઇલ,2 બાઈક સહિત કુલ 102,710 નો મુદ્દામાલ ઝડપાયો
જૂનાગઢના વંથલી ઓઝત નદીના કાંઠા પાસે સલીમભાઈ સુલેમાનભાઈ જેઠવા રહે વંથલી વાળો બહારથી માણસો બોલાવી પોતાની કબજા ભોગવટાની વાડીની ઓરડીમાં જુગાર રમાડી નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે તેવી વંથલી પોલીસને ચોક્કસ રાહે બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં સલીમ સુલેમાન જેઠવા,બોદુભાઈ હસનભાઈ અમરેલીયા, ગફારભાઈ ઇસ્માલભાઈ જેઠવા, આસિફભાઇ મુસાભાઇ સોઢા અને અબ્દુલભાઈ હસનભાઈ જેઠવાને ગંજીપતાના પાના વડે જુગાર રમતા ઝડપી પાડી ₹ 20,210 રોકડા અને ગંજીપતા મળી આવ્યા હતા. બાદમાં તપાસ કરતા 2 મોટરસાયકલ અને 5 મોબાઇલ ફોન સહિત ₹26,710 નાલના ઉઘરાવેલ પૈસા સાથે કુલ 102,710 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વંથલી પોલીસ સ્ટેશન લાવી પોલીસ દ્વારા જુગારધારાની કલમો મુજબ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી વંથલી પોલીસ મથકના પી.એસ.આઇ વાય.બી. રાણા,એ.એસ.આઇ નથુભાઈ વાઢેર, પો.હેડ કોન્સ.તુલસીભાઈ મેવાડા, પો.કોન્સ નરેન્દ્રભાઇ ડાંગર,પો.કોન્સ.પ્રવીણભાઈ સિંધલ,પો.કોન્સ.રાજેશભાઈ બકોત્રાએ સાથે મળી કરી હતી.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી