Gujarat

સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આવતી કાલ તા. ૧૧ જૂનના રોજ રાજ્યમાં ૫૧ સ્થળો એ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને અપાશે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ

સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આવતી કાલ તા. ૧૧ જૂનના રોજ રાજ્યમાં ૫૧ સ્થળો એ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને અપાશે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સોલા સિવિલ હોસ્પિટલની તાલીમનો શુભારંભ કરાવશે તથા
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરતના ઉમરા પોલીસ સ્ટેશન તેમજ રાજયમંત્રી મંડળના સભ્યો સહિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહાનુભાવો વિવિધ સ્થળે ઉપસ્થિત રહેશે.
———————————
રાજ્યમાં ૩૭ મેડિકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો આપશે સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ.
———————————–
રાજ્ય સરકાર,ભાજપાના ડૉક્ટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે તાલીમ
———————————–
ગુજરાત રાજ્યમાં ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતી ના ભાગરૂપે આવતીકાલ તા.૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી તાલીમનો શુભારંભ કરાવશે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે તેમજ રાજયમંત્રી મંડળના સભ્યો સહિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહાનુભાવો વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહેશે અને તાલીમનો શુભ આરંભ કરાવશે .

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ આ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું છે કે સમગ્ર વિશ્વમાં ૦૩ થી ૭૯ ટકા લોકો કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન CPR વિષે જાણતા હોય છે માટે આ CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે.

વિશેષમાં તેમણે ઉમેર્યું કે, કોરોનાકાળ પછી હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે ત્યારે માનવી ની મહામૂલી જીંદગી બચાવવા માં રાજયના પોલીસ જવાનો પણ મદદરૂપ બને તે આશયથી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે.સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે.તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.

આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) તાલીમ ડૉકટર સેલ ટીમ અને ISA ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાશે.જેમાં ૫૫,૦૦૦ થી વધારે ગુજરાત પોલીસ કર્મીઓને આ CPR ટ્રેનીંગ આપવામાં આવશે.જેમાં ગુજરાત ની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦ થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવ સાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાશે.આ જ સમયે આ ૫૫,૦૦૦ થી વધારે પોલીસ કર્મીઓ અંગદાન માટેની (PLEDGE) પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન પણ કરશે.

આ કાર્યક્રમ સમગ્ર રાજયમાં ૫૧ સ્થળો પર સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી યોજાશે જેમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ISAના ડૉકટર તજજ્ઞો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે તેમજ દરેક કોલેજોમાં ૧૦-૧૨ મોડેલ (મેનીકીન) ઉપર ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનીંગ પુર્ણ થયા પછી દરેક કાર્યકરને ISA અને અંગદન માટેનું PLEDGE અને સર્ટીફિકેટ પણ એનાયત કરાશે.

કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા નીચે બીડાણ કરેલ છે .

રિપોર્ટ દક્ષા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *