Gujarat

ગુજરાત પર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા સેનાની ૩ બટાલિયન સ્ટેન્ડ બાય

કચ્છ
બિપોરજાેય વાવાઝોડું કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની ૩ બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. સેનાની આ બટાલિયનો કોઈપણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવા માટે સજ્જ છે. રાહત અને બચાવકાર્યની સામગ્રી સાથે સેનાના જવાનો વાવાઝોડા સામે પહોંચી વળવા તૈયાર છે.કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કચ્છ પહોંચી સતત પરિસ્થિતિ અંગે ચિતાર મેળવી રહ્યા છે. કચ્છમાં કુલ ૬,૭૩૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. ૪,૫૦૯ અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા ૨,૨૨૧ લોકોનું ૧૨૦ સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે ૧૮૭ શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની ૧ લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ ૪૮ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જાેડાઈ છે. વાવાઝોડા દરમ્યાન ઁૐઝ્ર, ઝ્રૐઝ્ર સેન્ટરો પણ કાર્યરત રહેશે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *