Gujarat

શાપુર ગામે બાગ દરવાજા નજીક રહેણાંક મકાનમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 આરોપીઓ ઝડપાયા,1 ફરાર

₹12,900 રોકડા,5 મોબાઇલ ફોન મળી કુલ ₹24,400 સાથે ઝડપાયા
જુનાગઢ જિલ્લાનાં વંથલી પોલીસ સ્ટેશનનાં સ્ટાફને અગાઉથી ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે વંથલી તાલુકાના શાપુર ખાતે બાગ દરવાજા પાસે રમણીકભાઈ ખોડાભાઈ મહીડા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. ત્યારે બાતમીને આધારે પોલીસે રેડ કરી રમણીક ખોડાભાઈ મહીડા રહે શાપુર, ઓસમાણ ઉમરભાઈ અબડા રહે શાપુર, હીરાભાઈ ઉકાભાઇ મહીડા રહે શાપુર, યુસુફભાઈ ગફારભાઈ મેમણ રહે વંથલી, વિજયભાઈ વિઠ્ઠલભાઈ ભલાણી રહે શાપુર, નસીમબેન હુસેનભાઈ દલ રહે જુનાગઢ ને ₹12,900 રોકડા સાથે 5  મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલ 24,400 સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નાસી જનાર નિલેશભાઈ ઓડેદરા ને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *