Gujarat

સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા શહેરમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ, સાવરકુંડલામાં એન.એસ.એસ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ ના અનુસંધાને આજરોજ ૨૧-૧૨- ૨૩ના રોજ સાવરકુંડલા “ગ્રાહક સુરક્ષા મંડળ “દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય  ડીએલ ચાવડા સાહેબે મહેમાનોનું સ્વાગત કરી પરિચય આપ્યો અને ગ્રાહક જાગૃતિની આજના સમયમાં શા માટે જરૂરિયાત છે તેના વિશે જણાવ્યું. આ કાર્યક્રમમાં તોલમાપ ઇન્સ્પેક્ટર જી.કે.રબારી સાહેબ,ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હિરાણી, કન્વીનર ડો.. રવિભાઈ મહેતા, કમિટી મેમ્બર  પાંધી સાહેબ ઉપસ્થિત રહ્યાં હતાં. દરેક મહેમાનોએ વિદ્યાર્થીની બહેનોને વિવિધ ઉદાહરણો આપી છેતરામણીથી બચવાના ઉપાયો જણાવ્યા, સમજૂતી આપી, વસ્તુની ખરીદી કરીએ ત્યારે બિલ અવશ્ય લેવાં ,તારીખ જોવી, ઓથોરાઇઝ એપ પરથી જ ઓનલાઇન ખરીદી કરવી વગેરે બાબતો સ્પષ્ટ કરી. કાર્યક્રમનું સંચાલન પ્રા. છાયાબેન શાહે કર્યું તથા આભાર દર્શન ડો .હરિતા જોશીએ કર્યું હતું.સમગ્ર સ્ટાફ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતો.

IMG-20231221-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *