વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલના પ્રાંગણમાં વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના ડાયરેક્ટર મહેશભાઈ પ્રજાપતિ સાહેબ, માધ્યમિક શાળાના આચાર્યશ્રી ભરતભાઈ સાહેબ, પ્રાથમિક વિભાગના આચાર્ય અજીતભાઈ સાહેબ તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રો અને શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ નિમિત્તે ગામના સરપંચ અશોકજી સોલંકી સાહેબ તેમજ તલાટી જયરાજસિંહ વાઘેલા સાહેબે હાજરી આપી સમગ્ર શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના પ્રમુખ ડૉ. કુલદીપસિંહ સિસોદિયા સાહેબે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.
