Gujarat

બિપોરજોઈ વાવાઝોડાના સામના અને આગોતરા આયોજન માટે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

બિપોરજોય વાવાઝોડાં અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તથા જરૂરી પૂર્વ તૈયારીઓ માટે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

        કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવનાને કારણે અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. તેમજ ખાસ કરીને તા.૧૦-૬-૨૦૨૩ થી તા.૧૩-૬-૨૦૨૩ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહીના કારણે માછીમારો  દરિયો ન ખેડવા જાય તે માટે જરૂરી તકેદારી લેવા માટે સંબંધીત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

    ભારે વરસાદના કે, પવનના પગલે કોઈ ઝાડ ધરાશાયી થાય તો  માર્ગને ત્વરિત પૂર્વવત કરવા, તકેદારીના ભાગરૂપે હોર્ડિંગ્સ ઉતારી લેવા, જર્જરિત મકાનમાંથી સ્થળાંતર અને પશુપાલકો પોતાના પશુધનને ઝાડ નીચે ન બંધ તે માટે કાર્યવાહી હાથ ધરવા માટે પણ કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.

    ઉપરાંત ભારે વરસાદ કે વાવાઝોડાથી ખેતીના પાકને નુકસાન થાય તો તાત્કાલિક સર્વે હાથ ધરવા માટે તાલુકાવાર ટીમોની રચના કરવા માટે પણ કલેક્ટરશ્રીએ નિર્દેશ આપ્યા હતા.

    સ્થળાંતરની સ્થિતિમાં આશ્રયસ્થાનોમાં પૂરતી વ્યવસ્થાઓ કરવા ઉપરાંત ગોડાઉન અને એફ.પી.એસ. દુકાનોમાં રહેલ અનાજના જથ્થાને નુકસાન ન થાય તે માટે કાળજી લેવા પણ કલેકટરશ્રીએ સૂચના આપી હતી.

   સિવિલ હોસ્પિટલ અને સરકારી દવાખાનામાં આવીરત વીજ પુરવઠો જળવાઈ રહે અને કોઈ વીજ પોલ ધરાશાયી થાય તો ત્વરિત ઉભો કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. આ સાથે જરૂરિયાત જણાય તો સ્કૂલો સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

    આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

mitting-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *