ઉના રેલ્વે ફાટક નજીક વેરાવળ રોડ પર બેફામ ચાલતાં ટ્રક ચાલકે બાઇકને પાછળના ભાગે થી અડફેટે લેતાં બાઇકમાં પાછળ બેઠેલ
મહિલાનું અક્સ્માતમાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું…
ઉનાના ભાડાસી ગામે રહેતા મનિષાબેન અરજણભાઇ લાખણોત્રા, અરજણભાઈ દેવાભાઈ લાખણોત્રા તેમજ પુત્ર ક્રિશ આમ પતિ –
પત્ની અને પુત્ર બાઈક નં.જીજે. ૩૨ આર ૫૫૪૨ પર પોતાના ગામ ભાડાસી જતાં હતાં. ત્યારે ઉના શહેરમાં રેલ્વે ફાટક નજીક
વેરાવળ રોડ પર બેફામ ચાલતાં ટ્રક નં.જીજે. ૩૨ ટી ૬૧૬૪ ચાલકે બાઇકને પાછળના ભાગેથી હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઇકમાં પાછળ બેઠેલા મહીલા નીચે પટકાતા ટ્રક ચાલકે માથાના ભાગે વીલ ફળી વળતા મનિષાબેનને સારવાર મળે તે
પહેલાજ તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. આ અક્સ્માતની ઘટના બનતા રસ્તા પર લોકોનાં ટોળે ટોળા એકઠા
થઈ ગયેલ હતા. આ ઘટના સમયે સાથે રહેતા પુત્રને આંખના ભાગે ઇજા પહોચતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.
મહીલાના મૃતદેહને પી એમ અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે. જોકે ટ્રક ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો આ અંગે
મૃતક મહીલાના પતિ અરજણભાઇ લાખણોત્રાએ પોલીસમાં ટ્રક ચાલક વિરૂધ ફરીયાદ નોધાવી હતી. પોલીસે ટ્રક ચાલકને ઝડપી
પાડવા ચક્રગતિમાન કરેલ છે. જોકે પોલીસે નાકા બંધ કરી ટ્રક ચાલકે કોડીનારથી ઝડપેલ હોવાનું જાણવા મળેલ..
