ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવનર્સમાં ૧૧ ઓર્ડિનરી સભ્યોની ત્રણ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે.જેમાં છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્ય સહીત ત્રણ સભ્યોની નિમણુંક કરવામાં આવતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના સામાજિક, રાજકીય અને શૈક્ષણિક આગેવાનો ઘ્વારા ટેલિફોનિક, સોસીયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.જેમાં છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા અને શિક્ષણ સાથે જોડાયેલ રસીકભાઇ રાઠવાની ઓર્ડિનરી સભ્યો તરીકે નિમણુંક કરવામાં આવી હતી.આ તમામ ઓર્ડિનરી સભ્યોનો સમયગાળો ૩૦ જાન્યુઆરી ૨૦૨૨ થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રહેશે તેમ પરિપત્રમાં જણાવાયું છે. છોટાઉદેપુરના નિમણુંક પામેલ ત્રણેય ઓર્ડિનરી સભ્યોએ ગુજરાત સરકાર, શિક્ષણમંત્રી, ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના કુલપતિ, સચિવ અને જિલ્લા અધ્યક્ષનો નિમણુંક આપવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર