ગાંધીનગર,
આયુષ્માન કાર્ડ અંતર્ગત દેશભરના જરૂરત મંદો નિઃશુલ્ક સારવાર દ્વારા બીમારીને હરાવી તંદુરસ્ત બની રહ્યા છે. સાદરા ગામના ૬૮ વર્ષીય આબિદાબેન ઈસ્માઈલભાઈ લુહાર પણ આયુષ્માન યોજનાના લાભ થકી સારવાર મેળવવા બદલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારનો આભાર વ્યક્ત કરે છે. આબિદાબેનને થોડા સમય પહેલાં પેટમાં અતિશય દુખાવો થતાં ખાનગી દવાખાનામાં ઈલાજ માટે લઈ જતા ત્યાં પથરી હોવાનું નિદાન થયું હતું. જેની સારવાર અર્થે તેમને આઠ દિવસ દાખલ રાખવામાં આવ્યા હતા. છતાં તકલીફમાં કોઈ ફરક ન પડતા દવાખાનેથી અન્ય હોસ્પિટલમાં સારવાર માટે અબિદાબેનને લઈ જવાની સલાહ આપવામાં આવી હતી.
આબિદાબેન જણાવે છે કે, તેઓ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી હોવાથી આઠ દિવસના ખાનગી દવાખાનાના ખર્ચ પછી અન્ય જગ્યાએ દવાના ખર્ચ અંગે ચિંતા હતી. આવા સમયે આબિદાબેનના દીકરાએ સાદરા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને સમગ્ર હકીકત જણાવી.આરોગ્ય કેન્દ્રમાંથી તેમને તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ કઢાવવાની સલાહ આપવામાં આવી. જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરી આબિદાબેનના દીકરાએ તુરંત આ કાર્ડ કરાવ્યું.જેના આધારે તેમની પથરીની સારવાર ગાંધીનગર સિવિલ ખાતે તદ્દન નિશુલ કરવામાં આવી. આબિદાબેન આ વિશે વધુમાં જણાવતા કહે છે કે,સિવિલમાં પણ તેમને આઠ દિવસ રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમને દવાનો કે અન્ય કોઈ ખર્ચ થયો નહીં.
સારવાર પછી ડાયાલિસિસ માટે ગાંધીનગર સિવિલ સુધી ન આવવું પડે તે માટે સિવિલ માંથી ઇસનપુર ડાયાલિસિસ સેન્ટરનો સંપર્ક કરી આપવામાં આવ્યો. જેથી તેમને આ ચિંતા પણ પૂર્ણ થઈ ગઈ. હાલમાં આબિદાબેન બેન એકદમ સ્વસ્થ છે. અને આયુષ્માન કાર્ડ થકી સરકાર દ્વારા મળેલ સહાય બદલ તેઓ સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. સાથે સાથે તેઓ સાદરા આરોગ્ય કેન્દ્ર તથા ઇસનપુર ડાયાલિસિસ સેન્ટરના સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરે છે.