છોટાઉદેપુર અલીરાજપુર હાઇવે રોડ કે જે ગુજરાત અને મધ્યપ્રદેશ ને જોડતો નેશનલ હાઇવે રોડ છે જે રોડ પર સુરખેડા ગામ પાસે આરટીઓ ચેક પોસ્ટ પાસે અવેલા નાળા માં ભંગાણ સર્જાયો છે,
આરટીઓ ચેક પોસ્ટ પાસે અવેલા નાળા પર ઉપર ના ભાગે નાનો ભુવો પડ્યો છે નાળા ની નીચે ના ભાગે મોટું ભંગાણ સર્જાયું છે, બે રાજ્યો ને જોડતો ધોરી માર્ગ હોય જો કોઈ ભારદારી વાહન પસાર થાય ને આ નાળું બેસી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે, જેથી આ વિસ્તાર ના લોકો માંગ કરી રહ્યા છે કે આ નાળા નું સત્વરે સમારકામ થાય તેવી માંગ કરી રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


