Gujarat

જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય તે માટે અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પૂરું પાડતા સાંસદશ્રી મનસુખભાઇ વસાવા*

—————-
*છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે પ્રાથમિક કક્ષાએથી ઝીણવટપૂર્વક ચકાસણી થાય અને જિલ્લાના મહત્વના પ્રશ્નોનો સુચારૂં ઉકેલ આવે તે માટે સાંસદશ્રીનો અનુરોધ*
—————-
*જિલ્લાના ૪૪ જેટલા અમલીકરણ વિભાગોની સરકારશ્રી દ્વારા મળતી અનેક  જનહિતકારી યોજનાઓ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ*
—————-
 ભરૂચના સાંસદશ્રી અને નર્મદા જિલ્લા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં આજે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરાય અને લાભાન્વિત જનસમુદાયને તેના લાભો સમયસર મળી રહે તે માટે જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા સદસ્યશ્રીઓ સાથે જરૂરી સંકલન અને પરામર્શમાં રહીને વિકાસ કામો હાથ ધરાય તે જોવા સાંસદશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.
છોટાઉદેપુરના સાંસદશ્રી અને નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના સહ અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, દેડીયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, આમંત્રિત સભ્યશ્રીઓ,  ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી અને ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહિવટદારશ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી સી. એ. ગાંધી અને જિલ્લા ગ્રામ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ સહિત સમિતિના અન્ય સભ્યો, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં જિલ્લાના ૪૪ જેટલા વિભાગોએ સરકારશ્રી દ્વારા મળતા અનેક  જનહિતને લગતી યોજનાઓ અંગેની વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં સાંસદશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના, ડીઆરડીએની તમામ યોજનાકીય/બિન યોજનાકીય ખર્ચ અને બચત, મધ્યાહન ભોજન, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક, વોટર શેડ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-બાગાયત, સિંચાઇ, સહકાર, પશુપાલન, સમાજ સુરક્ષા, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રોજગાર અને તાલીમ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, નહેરુ યુવા કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, ખાણ-ખનીજ, એસ.ટી, આરટીઓ, વીજ વિભાગ, નગરપાલિકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલ કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. તેમજ જિલ્લામાં સારી કામગીરી કરનારા વિભાગોના અધિકારીશ્રીઓને બિરદાવ્યા હતા.
બેઠકમાં ચર્ચા દરમિયાન છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, ધારાસભ્યશ્રી ચૈતરભાઇ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિતના અન્ય સભ્યશ્રીઓએ પણ વિવિધ યોજનાકીય અમલીકરણ બાબતે જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં.
બેઠક જિલ્લા ગ્રામ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લામાં “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વિસ્તૃતમાં સમજણ પૂરી પાડી હતી.  આ અભિયાન અંગેની મહત્વતા સમજાવતાં સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે દેશ પ્રત્યે દરેક નાગરિકોને પ્રેમ અને એકતા જાળવી રાખવા માટે સરકારનો આ સરાહનીય પ્રયાસ છે ત્યારે આ કાર્યક્રમની ઉજવણી જિલ્લામાં ઉત્સાહભેર કરવા માટેનો અનુરોધ કર્યો હતો.

IMG-20230805-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *